Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

ગુજરાતમાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણી આવશે

સાંસદ મનસુખ વસાવાનું મોટું નિવેદન : સાંસદ મનસુખ વસાવાએ ઉમેર્યું હતું કે, સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડીશું

નર્મદા, તા.૧૧રાજ્યમાં આવનારા દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવાની છે, તેને લઈને અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. ત્યારે ગુજરાતના સાંસદ મનસુખ વસાવાએ હાલ એક મહત્ત્તવપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. મનસુખ વસાવાએ હાલ વિધાનસભાની ચૂંટણીને લઈને એક મોટું નિવેદન આપ્યું છે.

તેમણે આજે જણાવ્યું છે કે ગુજરાતમાં ખૂબ ઓછા સમયમાં વિધાનસભા ચૂંટણી આવશે. આગામી ૫થી મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવશે.

સાથે તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સંકેત આપી દીધા છે. ગુજરાતના સાંસદ મનસુખ વસાવાએ ઉમેર્યું હતું કે, સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડીશું.

અને નર્મદા જિલ્લાની તમામ બેઠકો ભાજપ જીતશે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી આવી રહી છે તેવી અટકળો પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું હતું.

પરંતુ આજે ફરી એકવાર વિધાનસભાની ચૂંટણીને લઈને એક નિવેદન સામે આવ્યું છે. પહેલાં ભારતના ચૂંટણી પંચ અને હવે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું હતું કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત સમયે કરાવવામાં આવશે.

રાજ્યમાં વિજય રૃપાણીની વિદાય પછી નવી સરકારનું આગમન થતાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી વહેલી થશે તેવી અટકળો વહેતી થઇ હતી.

બીજી તરફ ઉત્તરપ્રદેશ અને બીજા રાજ્યોની ચૂંટણી થવાની છે તેની સાથે ગુજરાતની ચૂંટણી થશે પરંતુ જે તે સમયે કેન્દ્રીય ચૂંટણી પંચે ઇક્નાર કરતાં કહ્યું હતું કે અમે ગુજરાતની ચૂંટણી અન્ય રાજ્યો સાથેની ચૂંટણી સાથે કરવાના નથી, કેમ કે અમારી પાસે તૈયાર નથી.

(10:07 pm IST)