Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

મણીપુરમાં ભાજપના ૧ર ધારાસભ્‍યો સામે ત્‍વરીત નિર્ણય લેવા રાજયપાલને સુપ્રિમ કોર્ટની તાકીદ રાજયપાલના નિર્ણયથી તમામ ધારાસભ્‍યો ગેરલાયક ઠરશે

મણીપુરમાં ભાજપના 12 ધારાસભ્યો પર અયોગ્યતાની તલવાર લટકેલી છે.

અમદાવાદ : મણીપુરમાં ભાજપના 12 ધારાસભ્યો પર અયોગ્યતાની તલવાર લટકેલી છે.

રાજ્યપાલ દ્વારા આ મામલે કોઈ નિર્ણય લેવામાં ન આવ્યો જેના કારણે સુપ્રિમકોર્ટે પણ નારાજગી વ્યક્ત કરી છે. ગુરુવારે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ મામલે ચૂંટણી પંચ દ્વારા જે પણ સૂચન કરવામાં આવશે તેને લઈને રાજ્યપાલ દ્વારા જલ્દીથી નિર્ણય લેવામાં આવશે.

આ મામલે કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે ચૂંટણી પંચે જાન્યુઆરીમાંજ સૂચનો આપ્યા હતા. અનુચ્છેદ 192 અનુસાર રાજ્યપાલે નિર્ણય સ્વીકારવો પડશે. પરંતુ 11 મહિનામાં હજુ કોઈ પહલા લેવામાં નથી આવ્યા આ મામલે તુષાર મહેતાએ આશ્વાસન આપતા કહ્યું કે તેઓ આ મામલે જલ્દી કોઈ નિર્ણય લેવાના છે.

અગાઉ પણ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે 12 ધારાસભ્યોને અયોગ્ય સાબિત કરવાને લઈને રાજ્યપાલ ચૂંટણીપંચની સૂચનની રાહ ન જોઈ શકે. વિપક્ષના ધારાસભ્યો દ્વારા સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમા 12 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાની તેમણે માગ કરી છે. આ મામલે તેમણે એવા આક્ષેપો કર્યા છે આ ધારાસભ્યો સંસદિય સચિવોનો હોદ્દો ધરાવે છે જે નફાના કાર્યાલયની સમકક્ષ હોય છે.

બીજી તરફ ચૂંટણી પંચે ભાજપના દરેક ધારાસભ્યોને નિયમોનું ઉલ્લંઘન કરનારા નથી માન્યા. ચૂંટણી પંચનું કહેવું છે ધારાસભ્યો કાયદાની દ્રષ્ટિએ સંસદિય સચિવોના પદ પર છે. જોકે બાદમાં હાઈકોર્ટ દ્વારા આ કાયદાને રદ કરી દેવામાં આવ્યો હતો. જેથી બાદમાં મણીપુપર કોંગ્રેસ દ્વારા રાજ્યપાલ સમક્ષ ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવા માગ કરી હતી.

(10:01 pm IST)