Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

વડોદરા:ડભોઇની શિનોર ચોકડી નજીક રસ્તો ઓળંગતી વૃધ્ધાનું કારની હડફેટે મોત

વડોદરા : ડભોઇમાં શિનોર ચોકડી પાસે રોડ ક્રોસ કરતી વૃધ્ધાનું કારની ટક્કરે ઇજા થયા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું  હતું.

આ અંગેની વિગત એવી છે કે શિનોર ચોકડી પાસે આંબેડકર સોસાયટીમાં રહેતા ૭૧ વર્ષના પાર્વતી વિરાભાઇ પરમાર ગઇકાલે લાભપાંચમ હોવાથી ઘેરથી નીકળી દુકાનમાં શ્રીફળ લેવા માટે નીકળ્યા હતાં. તેઓ શિનોર ચોકડી પાસે રોડ ક્રોસ કરતા હતા ત્યારે પૂરઝડપે જતી એક કારે વૃધ્ધાને જોરદાર ટક્કર મારતા વૃધ્ધાને ગંભીર ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ટૂંકી સારવાર બાદ વૃધ્ધાનું આજે મોત નિપજ્યું હતું.

અકસ્માતના અન્ય બનાવમાં માંજલપુર વિસ્તારમાં રિલાયન્સ સર્કલથી તુલસીધામ ચાર રસ્તા પાસે તા.૫ની મધરાત્રે પૂરપાટઝડપે જતી એક કારની ટક્કરે એક્ટિવાચાલક સચીન ભીખાભાઇ કરારે (ઉ.વ.૨૯)ને ગંભીર ઇજા થતા તેને સારવાર માટે સયોજી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું બેભાન હાલતમાં જ આજે મોત નિપજ્યું હતું. માંજલપુર પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(6:02 pm IST)