Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

વડોદરાના સૈયદ વાસણા રોડ નજીક લેન્ડ ગ્રેબિંગના ગુનાહમાં પાંચ આરોપીઓ વિરુદ્ધ ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા

વડોદરા:શહેરના સૈયદ વાસણા રોડ ઉપર રહેતા 53 વર્ષીય મેહુલભાઈ નરેન્દ્રભાઈ ભુવા વડોદરાના બાજવા ખાતે કેમિકલ કંપની ધરાવે છે. આ કંપનીની ઓફિસ મુંબઈ ખાતે હોય હાલ તેઓ મુંબઇ  વસવાટ કરે છે . વર્ષ ૨૦૦૮ દરમિયાન તેઓના પિતાનું નિધન થતાં વડીલોપાર્જીત તેઓની માલિકીની અકોટા ગામ ખાતે સર્વે નંબર 170 વાળી જમીન અંગે અગાઉ  કલેકટરને ફરિયાદ કર્યા બાદ હવે કલેક્ટરે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવા હુકમ કર્યો છે. વર્ષ 2008માં નર્મદા ભવન ખાતે સીટી સર્વેની કચેરી ખાતેથી જાણવા મળ્યું હતું કે, તેમના પિતાએ મહંમદભાઈ ઈસ્માઈલભાઈ પટેલ (રહે- 74 સહકાર નગર, મોટી મસ્જિદ, વાસણા રોડ, વડોદરા) ને આ જમીન વિલથી લખી આપી હોવાનું વીલ રજુ થયું હતું. સો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર વીલમાં તેમના પિતાની બનાવટી સહી અને સાક્ષી તરીકે રાજેશકુમાર બી સોલંકી (રહે -નારાયણ સોસાયટી, અટલાદરા ,વડોદરા) તથા અલીભાઈ હુસેનભાઇ ( રહે -લીમડા વાળું ફળિયું, તાંદલજા વડોદરા) નો સમાવેશ થાય છે જ્યારે એડવોકેટ તરીકે યોગેશ હરિકૃષ્ણ પંડ્યા ( રહે- સંગીતા ફ્લેટ, સુર્યનગર, પાણીગેટ, વડોદરા) ના સહી સિક્કા જોવા મળ્યા હતા. ફરિયાદીએ આરોપીઓ સામે બનાવટી વીલ  ઉભુ કરી દૈનિક સમાચારપત્રમાં નોટીસ પ્રસિધ્ધ કરી જમીન પચાવી પાડવા મામલે ક્રાઈમબ્રાંચ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે અંગેનો કેસ અદાલતમાં ચાલી રહ્યો છે. કલેક્ટરના આદેશ બાદ હવે અનસ મહંમદભાઈ પટેલ, આરીફ મહંમદભાઈ પટેલ, ઈકબાલ મહંમદભાઈ પટેલ, નુરી મહમ્મદભાઈ પટેલ તથા રહીમા મહંમદભાઈ પટેલ ( તમામ રહે - વ્હાઇટ હાઉસ, સૈયદવાસણા રોડ, બીનાનગર પાસે ,વડોદરા) વિરુદ્ધ ગોત્રી પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

(6:01 pm IST)