Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

ગાંધીનગર:સે-14થી 30માં પાણી સહીત ગટર વેરો નહીં ભરનાર લોકોને નોટિસ ફટકારવામાં આવી

ગાંધીનગર : રાજ્યભરમાં પીવાના પાણીનો સૌથી વધુ વપરાશ કરતા ગાંધીનગરમાં પાણી અને ગટર વેરાની વસૂલાત કરવાનું કામ પાટનગર યોજના વિભાગની પાણી શાખા માટે નેવાના પાણી મોભે ચઢાવવા સમાન બની રહે છે. પરિણામે જ રૃપિયા ૨.૫૦ કરોડ જેટલી વેરાની વસૂલાત કરવા અને આ પ્રકારે આવક મેળવવા માટે તંત્રને લગભગ આખુ વર્ષ પાપડ વણ્યે રાખવા જેવી સ્થિતિ રહે છે. ત્યારે પાટનગર યોજના વિભાગ દ્વારા સેક્ટર ૧૪થી ૩૦માં પાણી અને ગટર વેરો નહીં ભરનારા આવાસ શોધી કાઢવામાં આવ્યા છે અને આવા ૨૨૦૦ ઘરને બનતી ત્વરાએ વેરાની ચૂકવણી કરવાનું જણાવતી નોટિસ ફટકારવામાં આવી છે. વિભાગના ઇજનેરી સુત્રોએ જણાવ્યું કે નાણા વિભાગ તરફથી કરવેરાની વસૂલાત કરવા સ્પષ્ટ જણાવી દેવાયું છે.

શહેરભરમાં ભરપુર માત્રામાં પાણી પહોંચતુ કરવ માટે પાટનગર યોજના વિભાગ દ્વારા રૃપિયા ૨૨ કરોડ ઉપરાંતનો ખર્ચ કરવામાં આવે છે. તેની સામે કરવેરાની આવક નહીવત કહેવાય તેટલી રહે છે અને આ રકમ ઉઘરાવવા માટે પણ તંત્રને દિવસ રાત એક કરવા પડે તેવી સ્થિતિ હંમેશા રહે છે. લગભગ આખુ વર્ષ ઉઘરાણીની વહીવટી કામગીરી ચાલતી જ રહે છે.આમ છતાં નાણાકિય વર્ષ મુજબની નિયત સમય મર્યાદામાં તો માત્ર ૫૦ ટકા જેટલી જ વેરા વસૂલાત થતી હોવાથી વષ૪ દરમિયાન નોટિસ અને સ્મૃતિ પત્રોનો મારો તંત્ર દ્વારા ચલાવવામાં આવે છે. આ પ્રક્રિયા કાયમી બની ગઇ છે અને તેના અંતર્ગત જ નવા વર્ષની શરૃઆતના દિવસોમાં જ માત્ર સેક્ટર ૧૪થી ૩૦માં રહેતા ૨૨૦૦ મિલકત ધારકોને કરવેરા ભરી જવા માટે નોટિસ ફટકારવામાં આવી છે.

(5:56 pm IST)