Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

નવા વર્ષની પ્રદેશ ભાજપની પ્રથમ કારોબારી ૧૭મીએ

સવારથી સાંજ સુધી કમલમમાં ચૂંટણીલક્ષી રણનીતિ ઘડાશેઃ વિવિધ ઠરાવ-ભાવિ કાર્યક્રમો જાહેર થશે

રાજકોટ તા. ૧૦ :.. ગુજરાત પ્રદેશ ભાજપની દિવાળી પછીના નવા વર્ષની પ્રથમ અને કદાચ ર૦ર૧ ના વર્ષની અંતિમ કારોબારી તા. ૧૭ બુધવારે સવારે ૧૦ થી સાંજે સુધી કમલમ કાર્યાલય ગાંધીનગર ખાતે મળનાર છે. જેમાં પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સહપ્રભારી સુધીર ગુપ્તા વગેરે હાજર રહેશે. જેમાં સંગઠન અને ધારાસભાની ચૂંટણીલક્ષી ચર્ચા અને કાર્યક્રમોની જાહેરાત થશે.

પ્રદેશ કારોબારી બાદ તા. ૩૦ સુધીમાં જિલ્લા-મહાનગરોની કારોબારી અને મંડલ કારોબારી બેઠક યોજવાની સૂચના અપાયેલ છે.

પ્રદેશ ભાજપ કારોબારીમાં રાષ્ટ્રીય અને પ્રદેશના પક્ષના હોદેદારો, પ્રદેશમાં રહેતા મોરચાના રાષ્ટ્રીય હોદેદારો,  પ્રદેશ મોરચાના પ્રમુખ, પ્રદેશ સેલ સંયોજક (પ્રદેશ દ્વારા નિશ્ચીત થયેલ કોઇ એક સંયોજક) પ્રદેશ વિભાગના સંયોજક, પ્રદેશ કારોબારી સભ્યો, પ્રદેશ આમંત્રીત સભ્યો, પ્રદેશ વિશેષ આમંત્રીતો, જિલ્લા-મહાનગરના પ્રભારી, જીલ્લા-મહાનગરના પ્રમુખ, રાજય સરકારના તમામ મંત્રી તથા સંસદસભ્યશ્રીઓ (લોકસભા અને રાજયસભા) વગેરે અપેક્ષીત રહેશે.

(11:35 am IST)