Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

હોલસેલ -રિટેઇલ માર્કેટમાં ભાવ ઘટ્યા

શિયાળાના પ્રારંભ સાથે જ શાકભાજીના ભાવમાં ૧૦ થી ૧૫ ટકાનો ઘટાડો થયો

ટામેટા-વટાણાને બાદ કરતા રીંગણ, તુવેર, ગુવાર, કોબી, કોથમીર સહિતની આવક વધતા ગૃહિણીઓને રાહતની લાગણી

અમદાવાદ,તા. ૧૧ : મોંઘવારી વધી રહી છે ત્યારે ગૃહિણીઓ માટે સારા સમાચાર છે કે શિયાળાની શરૂઆત થતા શાકના ભાવ ઘટ્યા છે. હોલસેલ માર્કેટમાં શાકભાજીના ભાવમાં ૧૦ થી ૧૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે રીટેલ માર્કેટમાં પણ તેની અસર જોવા મળી છે.

તહેવારોનો સમય પૂર્ણ થયો છે અને ઠંડીની શરૂઆત થતા શીયાળુ શાકભાજીની આવક વધી છે ત્યારે ભાવમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદ એપીએમસી માર્કેટના સેક્રેટરીનું કહેવું છે કે, પહેલા ચોમાસાની વિદાય અને શીયાળાની શરૂઆત તેમજ તહેવારોને કારણે ચોમાસાની વિદાય અને શીયાળાની શરૂઆત તેમજ તહેવારોને કારણે શાક માર્કેટમાં ભાવ વધુ હતા. જો કે હવે હોલસેલ ભાવમાં ૧૦ થી ૧૫ ટકાનો ઘટાડો થયો છે. ઠંડી વધતા હજુ ઘટાડો થશે. ટામેટા-વટાણાની આવક હજુ અન્ય રાજ્યમાંથી આવે છે. ગુજરાતમાંથી આવક ચાલુ થઇ ન હોવાથી તેના થોડા ભાવ છે બાકી અન્ય શાકભાજી સસ્તી બની છે. શાકભાજીના ભાવમાં ઘટાડો થતા ગૃહિણીઓમાં પણ ખુશી જોવા મળે છે.

હોલસેલ સાથે રીટેઇલમાં પણ ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. વિસ્તાર પ્રમાણે શાકભાજીના ભાવમાં તફાવત જોવા મળે છે. પરંતુ પહેલા કરતા શાકભાજી પ્રમાણમાં સસ્તી બની છે. શીયાળાની સીઝનમાં શાકના ભાવ થોડા નીચા હોવાથી તેમજ લીલા શાકભાજી મળતા હોવાથી ગૃહિણીઓને રાહત રહે છે. (૨૨.૬)

એપીએમસી અમદાવાદનો ભાવ

 

 

શાકભાજી

દિવાળી પહેલાના ભાવ (કીલો)

વર્તમાન ભાવ

રીંગણ

૧૦ થી ૨૫

૪ થી ૧૪

ભુટ્ટા

૧૨ થી ૩૦

૪ થી ૧૩

વાલોળ

૩૦ થી ૪૫

૨૦ થી ૩૫

તુવેર

૪૫ થી ૭૦

૨૫ થી ૫૦

ગવાર

૪૦ થી ૮૦

૧૫થી૩૫

કોથમીર

૬૦ થી ૧૦૦

૪૦ થી ૬૦

કોબી

૧૦ થી ૨૫

૧૦ થી ૧૭

(10:09 am IST)