Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

બાળકોની રસી માટે પરીક્ષણ ચાલુ હોવાનું કેન્‍દ્રના આરોગ્‍ય મંત્રીશ્રીનું નિવેદન

કેન્‍દ્ર સરકારની સુચના પછી બાળકોનું રસીકરણ શરૂ થશે

ગાંધીનગર : રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું બાળકોની રસી મુદ્દે નિવેદન આપતા કહ્યું છે કે, બાળકોની રસી પર હાલ પરીક્ષણ ચાલુ છે.

રસીકરણની પ્રક્રિયા કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન પ્રમાણે થશે.કેન્દ્ર સરકારની સૂચના બાદ રાજ્યમાં રસીકરણ શરૂ થશે. આરોગ્ય મંત્રીએ છઠ પુજાના આયોજન પર નિવેદન આપતા જણાવ્યું કે, છઠ પૂજાના કાર્યક્રમમાં હાજરી આપવી એ મારું સૌભાગ્ય છે.અને આ પરિવારો પરપ્રાંતિય નહીં પણ આપણો હિસ્સો છે

12થી 18 વર્ષના બાળકો માટેની વેક્સિન

ભારતીય કંપની ઝાયડસ કેડિલાએ ઝાયકોવ-ડી વેક્સિન બાળકો માટે તૈયાર કરી છે. આ સોય-મુક્ત ZyCov-D વેક્સિન 12થી 18 વર્ષની વયના બાળકોને આપવામાં આવશે. આ વયજૂથ માટે હજુ સુધી કોઈ વેક્સિન નથી. ZyCov-Dનો બીજો ડોઝ પ્રથમ ડોઝના 28 દિવસ પછી આપવામાં આવે છે તથા ZyCov-Dનો ત્રીજો ડોઝ 56 દિવસ પછી આપવામાં આવશે.

બાળકો માટેની વેક્સિન ઝાયકોવ-ડીની કિંમત નક્કી કરી નાખવામાં આવી છે. ઝાયકોવ-ડી વેક્સિનની કિંમત રૂ.265 નક્કી કરવામાં આવી છે. તથા તેના 1 કરોડ ડોઝનો ઓર્ડર પણ સરકારે આપી દીધો છે. આ વેક્સિન 12થી 18 વર્ષના બાળકોને આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઝાયકોવ-ડી DNA આધારિત સોય વગરની વેક્સિન છે. તથા વેક્સિન 28 દિવસના અંતરાલમાં 3 ડોઝ આપવામાં આવશે.

રસીકરણ પ્રમાણપત્ર માટે 96 દેશ સાથે વાતચિત

તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે,હાલમાં 96 દેશ રસીકરણ પ્રમાણપત્રની પરસ્પર માન્યતા માટે સહમત થયા છે. મંત્રાલયે કહ્યું કે, 20 ઓક્ટોબર -21 નાં રોજ આંતર રાષ્ટ્રીય આગમનને ધ્યાનમાં રાખી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની માર્ગ દર્શીકાનુસાર આ દેશોમાંથી સતત મુસાફરી કરતા લોકોને થોડી છૂટ આપવામાં આવી છે.જે લોકો વિદેશ પ્રવાસ ઈચ્છે છે તેઓ કો-વિન પોર્ટલ પરથી ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇમ્યુનાઇઝેશન સર્ટીફીકેટ ડાઉન લોડ કરી શકે છે. કેનેડા, યૂએસ, યુકે, ફ્રાંસ,જર્મની,બેલ્જીયમ,સ્પેન,બાંગલાદેશ,રશિયા,કુવૈત જેવા મળીને 96 દેશો સાથે પારસ્પરિક સહયોગની વાત થઇ રહી છે

(11:26 pm IST)