Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

સાચા આદિવાસીઓને ન્યાય અપાવવા બાબતે સાંસદ મનસુખભાઇ વસાવાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : સાંસદ મનસુખભાઇ વસાવા એ મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલને પત્ર લખી જણાવ્યું કે આપના નેતૃત્વવાળી રાજય સરકાર ખૂબ જ પ્રભાવી રીતે વહીવટ કરી રહી છે , પ્રજાના પ્રશ્નો પણ ખૂબ જ ઝડપથી ઉકેલાઈ રહયાં છે . સરકારના આ વહીવટથી ગુજરાતની પ્રજા ખૂબ ખુશ છે . પરંતુ સમગ્ર ગુજરાતમાં આજે આદિજાતી અંગેના ખોટા પ્રમાણપત્રોને લઈને શંકા — કુશંકાઓ ઉભી થઈ રહી છે અને સોસીયલ મિડીયા તથા આદિવાસી ગૃપોમાં એવી વાતો વહેતી થઈ છે કે આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો બાબતે પૂર્વ . રાજય સરકારના પૂર્વ . માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ જે કાયદો અને નિયમો બનાવ્યાં છે , તેમાં છુટછાટ આપી અને સરળતાથી પ્રમાણપત્રો આપી દેવા તેવું કેટલાક ઉચ્ચ અધિકારીઓ પ્રમાણપત્રો આપનાર અધિકારીઓને સુચનાઓ આપી રહયાં છે અને હું પણ માનુ છું કે જાતી અંગેના ખોટા પ્રમાણપત્રો નવા નિયમોના કારણે મેળવવામાં ખુબ જ મુશ્કેલીઓ પડે છે અને વારંવાર મામલતદાર કચેરીએ ધકકા ખાવા છતા પણ દાખલા મળતા નથી . તેથી આપને હું ધ્યાન દોરવા માંગુ છુ કે સરળતાથી કોઈપણ આદિવાસીઓને સમય મર્યાદામાં દાખલો મળી જાય તે માટે મામલતદાર કચેરીમાં વધારાના સ્ટાફની નિમણૂંક કરવી જોઈએ અને સરકારમાંથી પ્રમાણપત્રો આપવાની સમય મર્યાદા નકિક કરવી જોઈએ . એક અથવા તો બે કે ત્રણ ધકકામાં લોકોને જાતી અંગેનો દાખલો મળી જાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ .

ખોટા આદિજાતીના દાખલાવાળાઓ લાખોની સંખ્યામાં છે અને તેઓ સંગઠીત થઈને સરકાર પર દબાણ લાવવાના પ્રયત્નો કરી રહયાં છે . તેથી આ બાબતે આપ  સાચા આદિવાસીઓને નુકશાન ન થાય અને હંમેશા માટે સાચા આદિવાસીઓને ન્યાય થાય તે માટે પુરેપુરી કાળજી રાખશો.

(10:40 pm IST)