Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

સૌરાષ્‍ટ્રના દ્વારકા પછી હવે સુરતમાંથી પણ ઝડપાયો ડ્રગ્સનો જથ્થો; તો અફીણ કારોબારી ભગવતી પણ પોલીસની હિરાસતમાં આવ્‍યો

સૌરાષ્‍ટ્ર ગુજરાતમાં આજે આખો દિવસ ડ્રગ્‍સને લઇને કાર્યવાહી આપી

બુધવારે સવારથી જ ગુજરાતના દ્વારકામાં ડ્રગ્સનો મોટા પાયે જથ્થો ઝડપાવવાનાં સમાચાર મળ્યા તેની સાથે જ દક્ષિણ ગુજરાતના સુરતમાં સુરતમાંથી નશાનું નેટવર્ક ઝડપાયું હતું.

સુરતમાંથી MD ડ્રગ્સ મામલે પણ પર્દાફાશ થયો છે. સુરત પોલીસને ડ્રગ્સ મામલે પણ મોટી સફળતા મળી છે. રાજસ્થાનથી સુરત MD ડ્રગ્સ આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ લાવનાર પ્રવીણ વાનને ઝડપી પાડ્યો છે. આ MD ડ્રગ્સ જૈમીને રાજ્સ્થાનની મંગાવ્યુ હતું. જૈમીન પોતે ડ્રગ્સનો બંધાણી હતો. આમ સુરત પોલીસને નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. બીજી તરફ સુરતમાંથી જ રાજસ્થાનનો વોન્ટેડ ડ્રગ આરોપી સુરતથી ઝડપાઇ ગયો છે. અફીણના ડોડાનો આરોપી ભગવતીપ્રસાદ ઝડપાયો છે. ભગવતીપ્રસાદ અફીણના ડોડાનો કોન્ટ્રાક્ટર હતો. રાજસ્થાન સરકારે અફીણ પર પ્રતિબંધ મૂક્યો છે. ભગવતીપ્રસાદ આ પ્રતિબંધ બાદ ભગવતીપ્રસાદ ચોરી છુપીથી ધંધો કરતો હતો.

દરિયાઈ માર્ગેથી હેરા-ફેરી

ગુજરાતનો દરિયો પહેલા આતંકીઓના પ્રવેશ દ્વાર બન્યા બાદ હવે મોટા પાયે ડ્રગ્સ નો જથ્થો ગુજરાતના દરિયાઈ માર્ગેથી અન્ય જગ્યાએ સપ્લાય થાય છે.પાકિસ્તાનની નાપાક હરકત ગુજરાતના દરિયામાં થવી હવે રોજીંદી પ્રક્રિયા હોય તેમ છેલ્લા બે વર્ષમાં લગભગ 1552 કિલો ડ્રગ્સ ઝડપાયું છે.આવા સંજોગોમાં મુન્દ્રા બંદર પછી હવે દ્વારકામાંથી કરોડોરૂપિયાનો નશીલો પદાર્થ ઝડપાતા કોંગ્રેસ પાર્ટીએ પણ સવાલ ઉઠાવ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર સણસણતો આરોપ લગાવતા કહ્યું છે કે,ગુજરાતનો દરિયો નશાખોરીનું હબ બન્યો છે.

ઉલ્લેખનીય છે કે, એક-દોઢ મહિના પહેલા કચ્છના મુન્દ્રા બંદર પર કરોડો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો ઝડપાયા બાદ,8 શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. આ જથ્થો અફઘાનિસ્તાન થઈને પાકિસ્તાન-દુબઈના માર્ગે આવ્યો હોવાની વાત સામે આવી હતી. ત્યાર બાદ, અમદાવાદના કાલુપૂર રેલવે સ્ટેશન,મહેસાણા નજીક મસમોટા નશીલા પદાર્થના જથ્થા ઝડપાયા .તેના કેરિયર પણ ઝડપાયા છે. આ વચ્ચે જ ગુજરાતના પ્રસિદ્ધ તીર્થધામ દ્વારકામાં પણ મોટા પાયે નશીલા પદાર્થનો જથ્થો ઝડપાતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે.સુરક્ષા એજન્સીઓ પણ કાર્યરત બની છે.આ દરમિયાન જ દ્વારકા પોલીસે સલાયામાં હાથ સર્ચ ઓપરેશન હાથ ધરી આમીના મંઝીલ ઘરમાં સર્ચ ઓપરેશન વેળા,ઘરમાંથી 47 પેકેટ ડ્રગ્સ ઝડપાયું છે.આ વિસ્તારના કુખ્યાત ગણાતા સલીમ કારા અને અલી કારાના ઘરમાં સર્ચ ઓપરેશન કરાયું હતું હવે મળી આવેલા સંદિગ્ધ પેકેટસનું પોલીસ વજન કરશે અને ક્યા પ્રકારનો નશીલો પદાર્થ છે તેની પણ તપાસ કરશે.

(10:03 pm IST)