Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

શાળાઓ શરુ કરવાની સરકારની જાહેરાતનો સુરતમાં વાલીઓએ વિરોધ કર્યો

પરિપત્ર અધૂરો છે અને જવાબદારી શાળા સંચાલક કે સરકારે લેવી જોઈએ. સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી વાલીઓમાથે થોપી દેવી યોગ્ય નથી

સુરત : રાજ્ય સરકાર દ્વારા 23 નવેમ્બરથી માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શાળા શરૂ કરવાની જાહેરાત કરી છે. ત્યારે દિવાળી બાદ શાળાઓ શરૂ કરવાના મુદ્દે સુરત શહેરમાં વાલીઓ દ્વારા વિરોધ નોંધાવ્યો છે. આ નિર્ણય અંગે વાલીઓએ જણાવ્યું છે કે, પરિપત્ર અધૂરો છે અને જવાબદારી શાળા સંચાલક કે સરકારે લેવી જોઈએ.

 અત્રે  ઉલ્લેખનીય છે કે, અનલોકમાં દેશમાં જે અન્ય રાજ્યોએ શાળાઓ ખોલી છે, ત્યાં શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. વળી વિધાર્થીઓની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી વાલીઓ અને શાળોઓના માથે થોપી દેવી પણ યોગ્ય નથી, સરકારે પણ જવાબદારી સ્વીકારવી જોઈએ.

(12:57 am IST)