Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

નાંદોદ તાલુકાના રાજપરા ગામની સીમમાં બાઈક સવાર પાસેથી 18 હજારના મુદ્દામાલની લૂંટ કરી 3 લૂંટારા ફરાર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકના રાજપરા ગામમાં બાઈક સવાર પાસે 3 અજાણ્યા શખ્સોએ લૂંટ કરી હોવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હિતેશભાઈ બળદેવભાઈ ભૈયા રહે.રામબાગ સોસાયટી,રાજપીપળાની ફરિયાદ મુજબ તેઓ ઈન્દૌર ગામેથી પોતાની મો.સા. નં.જીજે.૦૬.બીજી.૮૭૬પ લઈને પોતાના ઘરે આવતા હતો. તે વખતે.સાંજના 7 વાગ્યાના અરસામાં રાજપરા- નવા રાજુવાડીયા ગામની વચ્ચે આવેલ ભાથીજીદાદાના મંદીર પાસે મો.સા.ઉપર આવેલ ત્રણ અજાણ્યા ઈસમોએ તેમની મો.સા.ને લાત મારી પાડી દઈ ઢીકામુક્કીનો માર મારી રોકડા રૂપિયા રૂા.૧૦,૦૦૦/- તથા આધારકાર્ડ, એટીએમ, આર.સી.બુક, ડ્રાઈવીંગ લાઈસન્સ વિગેરે દસ્તાવેજ મુકેલ પાકીટ તથા સ્માર્ટફોન કિ.રૂા.૮૦૦૦ મળી કુલ કિ.રૂા.૧૮,૦૦૦ ના મુદામાલની લુંટ કરી લઈ નાશી ગયા હોય આમલેથા પોલીસે 3 અજાણ્યા લૂંટારા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:31 pm IST)