Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

PAY TM ફ્રોડમા રાજપીપળાના વધુ એક યુવાને પૈસા ગુમાવ્યા: વારંવાર આવા કિસ્સા પ્રકાશમાં આવવા છતાં લોકો ચેતતા નથી

પોલીસ પણ મર્યાદિત સંશાધનો અને ટેકનિકલ સપોર્ટના અભાવે રાબેતા મુજબની એફ.આઈ.આર નોંધવા સિવાય વધુ કંઈ કરી શકતી નથી

 (ભરત શાહ દ્વારા) રાજપીપળા : વડીયાની રોયલ સનસિટીમા રહેતા અને વ્યવસાયે ખાનગી કંપનીમા એકાઉન્ટન્ટ તરીકે કામ કરતાં માર્કંડભાઈ પંડ્યાએ તા.09/11/20 ના રોજ પોતાની ફોર વ્હીલર માટે ફાસ્ટ ટેગની જરૂર હોવાથી ઓનલાઈન મની ટ્રાન્સફર એપ્લિકેશન PAY TM ઉપર થી પ્રોસેસ કરતાં પ્રોસેસ ફેઈલ્ડ થઈ હતી, અને ત્યાર બાદ તેઓને એક SMS આવેલ કે 9832792458 નંબર ઉપર કોલ કરી સોલ્યુશન મેળવવો. એ પ્રમાણે કરતાં સામેની વ્યક્તિએ તેઓને જણાવ્યું હતું કે તમારુ PAY TM કમ્પલીટ નથી હું તમને લિંક મોકલું છું, તે ઓપન કરી વિગત ભરી દો KYC કમ્પલીટ થઈ જશે. આવેલ PAY TM લિંકને ઓપન કરતાં, પ્રોસેસને આગળ વધારવા માટે OTP આવેલ જેને ઇનપુટ કરતાં, ગ્રાહકના બેંક ઓફ બરોડાના ખાતા મા થી PAY TM એકાઉન્ટ મા પૈસા જમા થવા માંડ્યા, કુલ પાંચ વખતની પ્રોસેસમા ગ્રાહકના BANK OF BARODA ખાતામાથી કુલ ₹ 22,589/- ઉપડી ને PAY TM એકાઉન્ટ મા પહોંચી ગયાં હતાં, અને ગણતરીની મિનિટોમા PAY TM એકાઉન્ટ મા થી પણ ઉપડી જતાં ગભરાયેલા ગ્રાહક નજીકની બેંક ઓફ બરોડા ભદામ શાખા મા દોડી ગયાં હતા અને તાત્કાલિક મેનેજરને આ ફ્રોડની જાણ કરી હતી. ત્યાર બાદ રાજપીપળા પોલીસ સ્ટેશન મા લેખીત ફરિયાદ આપી હતી
આમ ફાસ્ટ ટેગ નુ રીચાર્જ કરવા જેવી સામાન્ય પ્રક્રિયા કરવા જતાં ગ્રાહકે પોતાની મહેનત ની કમાણી ગુમાવી હતી અને સામી દિવાળીએ પૈસા ગુમાવી દેતાં નાસીપાસ થવાનો વારો આવ્યો હતો. બેંકો ની પળોજણ અને થકવી દેનારી નાંણાકીય વહેવાર ની પ્રક્રિયા થી કંટાળેલા લોકો પૈસા ની લેવડ-દેવડ માટે એપ્લીકેશનો નો વાપરતાં થયાં પણ, એ સંપુર્ણ સલામત હોવાની ગમે તેટલી ગુલબાંગો પોકારવામાં આવે ઓનલાઈન છેતરપિંડી (ફ્રોડ) કરવા વાળાઓ ગમે તે રીતે પોતાનુ કસબ અજમાવી લે છે. ટુંક મા નાંણાકીય વહેવારો માટે ના એપ્લિકેશનો વાપરનારાઓ એ એકાદ દિવસે આપણો પણ વારો આવશે તેવી માનસિક તૈયારી રાખી ને જ ચાલવું.

(10:30 pm IST)