Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

અમદાવાદમાં તહેવારોમાં વિવિધ વિસ્તારોની દુકાનો બજારોને રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રાખવા મંજૂરી

કોર્પોરેશનના આ નિર્ણયથી વેપારીઓમાં ખુશીની લહેર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેટલાક વિસ્તારોમાં વિવિધ દુકાનો અને અને બજારો સવારના દસથી છ સિવાયના સમયગાળા માટે બંધ રાખવાની છૂટ આપવામાં આવી હતી. હવે તે આજ રાતથી 12 વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવશે. કોરોનાના રોગચાળાના લીધે લાદવામાં આવેલા લોકડાઉન અને અને તેના લીધે દુકાનદારોને પડેલા ફટકાને ભરપાઈ કરવા માટે તહેવારો દરમિયાન બાર વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખવામાં આવે તેવી રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી. તેના પગલે રાજ્ય સરકારે તેના માટે છૂટ આપી છે.

આ વિસ્તારોમાં પ્રહલાદનગર રોડ, વાયએમસીએથી કાકે દા ઢાબા (કર્ણાવતી ક્લબ રોડ) પ્રહલાદનગર ગાર્ડનથી પેલેડિયમ સર્કલ (કોર્પોરેટ રોડ), બુટ ભવાની મંદિરથી આનંદનગર રોડ, એસ જી હાઇવે, ઇસ્કોન ક્રોસ રોડથી શપથ-4 અને 5 સર્વિસ રોડ, સિંધુ ભવન રોડ, બોપલ-આંબલી રોડ, ઇસ્કોન બોપલ-આંબલી રોડ, ઇસ્કોન આંબલી રોડથી હેબતપુર રોડ વચ્ચેનો વિસ્તારની દુકાનોને છૂટ આપી છે.

આ ઉપરાંત સાયન્સ સિટી રોડ, શીલજ સર્કલથી સાયન્સ સિટી સર્કલ સહિત 200 ફૂટના એસ પી રિંગ રોડ પર, આંબલી સર્કલથી વૈષ્ણો દેવી સર્કલ સુધી 200 ફૂટના એસપી રિંગ રોડ પર, સીજી રોડ, લો ગાર્ડન (ચાર રસ્તા અને હેપી સ્ટ્રીટ, મ્યુનિસિપલ માર્કેટ,પંચવટી સર્કલ), વસ્ત્રાપુર તળાવના ફરતે, માનસી સર્કલથી ડ્રાઇવ-ઇન રોડ, ડ્રાઇવ-ઇન રોડ, ઓનેસ્ટથી શ્યામલ ક્રોસ રોડ, શ્યમાલ બ્રિજથી જીવરાજ ક્રોસ રોડ, બળિયાદેવ મંદિરથી જીવરાજ ક્રોસ રોડ, આઇ.આઇ.એમ. રોડ, શિવરંજનીથી જોધપુર ક્રોસ રોડ (બીઆરટીએસ કોરિડોરની બંને બાજુ) રોયલ અકબર ટાવર પાસે, સોનલ સિનેમા રોડતી અંબર ટાવરથી વિશાલા સર્કલ, સરખેજ રોઝા, કેડિલા સર્કલ, ઉજાલા સર્કલ, સાણંદ ક્રોસ રોડ-શાંતિપુરા ક્રોસ રોડનો સમાવેશ થાય છે. આગળ સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી આ આદેશ અમલી રહેશે.

(8:31 pm IST)