Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

રાષ્ટ્રપતિ કોવિદની ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટીમાં વિધાનસભા અધ્યક્ષોનો સેમિનાર યોજાશે

રાષ્ટ્રપતિ, લોકસભા અધ્યક્ષ સહિત દેશની અનેક મોટી હસ્તીઓના આગમનને પગલે કેવડિયા વિસ્તારમાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવાશે

નર્મદા : રાષ્ટ્રપતિની સંભવિત યાત્રા દરમિયાન તેમની હાજરીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ટેન્ટ સિટીમાં વિધાનસભા અધ્યક્ષોનો સેમિનાર યોજાશે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાંથી માંડ નવરા પડ્યાને નવો રાષ્ટ્રીય કાર્યક્રમ જાહેર થયો છે,પીએમ  મોદી31 મી ઓક્ટોબર 2020ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.પીએમ મોદી 30 મી બપોરે કેવડિયા  ખાતે આવી પહોંચ્યા હતા. 31મી એ બપોરે એકતા પરેડમાં ભાગ લઈ સી-પ્લેનમાં અમદાવાદ ઉપડી ગયા હતા.

આ 2 દિવસ દરમિયાન  પીએમ મોદીએ 17 જેટલા પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું હતું.પીએમ મોદીના આ કાર્યક્રમની તૈયારીઓ માટે અધિકારીઓએ દિવસ-રાત એક કર્યા હતા પીએમ મોદીએ જેવી કેવડિયા માંથી વિદાય લીધી કે અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો

આગામી 25, 26, 27 નવેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ટેન્ટ સીટી-2 ખાતે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સંભવિત ઉપસ્થિતમાં દેશના રાજ્યોની વિધાનસભા અધ્યક્ષો, લોકસભા, રાજ્યસભા સાથે જોડાયેલા અધિકારીઓનો કોન્ફ્રાન્સ યોજાવા જઈ રહ્યો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સંભવિત અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાની ઉપસ્થિતમાં દેશના અલગ અલગ રાજ્યોની વિધાનસભા અધ્યક્ષોનો એક સેમિનાર યોજાશે, આ સેમિનારમાં દેશના રાષ્ટ્રપતિ ક્યારે હાજરી આપશે એ હજુ નક્કી નથી

પણ લોકસભા અધ્યક્ષની ઉપસ્થિતિ રહેશે એ નક્કી મનાઈ રહ્યું છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ટેન્ટ સીટી-1 ખાતે અતિથિઓની રહેવાની વ્યવસ્થાઓ કરવામાં આવશે જ્યારે ટેન્ટ સીટી-2 ખાતે સેમિનાર યોજાશે.

24 મી નવેમ્બરના રોજ મહેમાનોનું આગમન થશે, 25-26 નવેમ્બરના રોજ ટેન્ટ સીટી-2 ખાતે સેમિનાર યોજાશે, જ્યારે 27 મી નવેમ્બરના રોજ મેહમાંનો સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અન્ય પ્રોજેક્ટોની સંભવિત મુલાકાત લેશે એ બાદ 28 મી નવેમ્બરના રોજ વિધાનસભા અધ્યક્ષો અને અધિકારીઓ કેવડિયાથી જવા રવાના થવાના હોવાનું જાણવા મળ્યું છે.

કેવડિયા ખાતેના આ કાર્યક્રમ દરમિયાન કોન્ફ્રાન્સ હોલની બિલકુલ નજીકમાં લોકસભા સ્પીકર, વિધાનસભા અધ્યક્ષો સહિત અન્ય સંબંધિત અધિકારીઓ માટે 26 રૂમમાં અલાયદી વ્યવસ્થાઓ ગોઠવાશે.

લોકસભા સ્પીકર, રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન, ગુજરાત વિધાનસભા સ્પીકર-ડેપ્યુટી સ્પીકર, લોકસભા-રાજ્યસભાના જનરલ સેક્રેટરી-સેક્રેટરી સહિત અન્ય અધિકારીઓ માટેના સંપર્ક માટે વિશેસ સુવિધાઓ પણ કરાશે.

કોન્ફરન્સ માટે પ્રેસન્ટેશન, સાઉન્ડ, ડીઝીટલ, સ્ટેશનરી, બેઠક વ્યવસ્થા સહિતની વ્યવસ્થાઓ પર વિશેસ ધ્યાન અપાશે.દેશના રાષ્ટ્રપતિ, લોકસભા અધ્યક્ષ સહિત દેશની અનેક મોટી હસ્તીઓના આગમનને પગલે કેવડિયા વિસ્તારમાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવાશે

(8:11 pm IST)