Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

મહેસાણામાં પતિના આડાસંબંધોની જાણ પત્નીને થઇ જતા શારીરિક માનસીક ત્રાસ ગુજરી છૂટાછેડા લેવા નોટિસ ફટકારનાર પતિ વિરુદ્ધ ગુનો દાખલ

મહેસાણા: શહેરના આર્બન બેંક રોડ પર રહેતા નિકિતા પાર્થ રાવલના લગ્ન ૧૪ વર્ષ પહેલાં પાર્થ અનિલભાઇ રાવલ સાથે સામાજિક રીતરીવાજ મુજબ થયા હતા. તેમના લગ્ન જીવનથી બે દિકરાઓનો જન્મ થયો હતો. દરમિયાન દોઢેક વર્ષ પહેલા પાર્થને તેની સાથે નોકરી કરતી એક પરણીત યુવતી સાથે આડા સબંધ હોવાની જાણ નિકીતાને થઇ હતી. ત્યારબાદ તેના પતિના મોબાઇલમાં બન્નેના ફોટા જોઇ જતાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં પાર્થ પોતાની પત્નિ માર મારી શારીરીક માનસીક ત્રાસ આપવાનું શરૃ કર્યું હતું. જોકે ઘરસંસાર બગડે નહી તે માટે તેણી સહન કરતી હતી. જ્યારે ખર્ચ પહોંચી વળવા નિકિતાએ નોકરીની શોધખોળ કરતાં તેનો પતિ ઉશ્કેરાઇ ગયો હતો. અને રાજાપાઠમાં તેની પત્નીને મારઝુડ કરી ઘરમાંથી પહેરેલે કપડે કાઢી મુકી હતી. ત્યારબાદ તેણે યુવતીના પિતાને ફોન કરીને તમારા દિકરાની છોકરીને ઉપાડી જઇ બધાના ટાંટીયા તોડી નાંખીશ તેવી ધમકી આપી હતી. જ્યારે છુટાછેડા મેળવવા નોટીસ મોકલી હતી. આ અંગે મહેસાણા બી ડિવીજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:33 pm IST)