Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

સુરત રિંગરોડ નજીક વેપારી પાસેથી 1.49 લાખનું કાપડ ખરીદી પુનાના બે વેપારીએ પેમેન્ટ ન ચૂકવી છેતરપિંડી આચરતા ગુનો દાખલ

સુરત: શહેરના રીંગરોડ સ્થિત કોહિનૂર માર્કેટમાં અગાઉ દુકાન ધરાવતા ઉત્રાણના વેપારી પાસેથી રૃ.1.49 કરોડનું કાપડ ખરીદી પુણાના બે વેપારીએ રૃ.59.74 લાખ ચૂકવ્યા બાદ બાકી પેમેન્ટ રૃ.89.23 લાખ નહીં ચૂકવી વેપારીએ ઉઘરાણી કરી તો તમને રોકડામાં પેમેન્ટ કરી દીધું છે કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા સલાબતપુરા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના વતની અને સુરતમાં ઉત્રાણ ગોવિંદજી પાર્ક રો હાઉસ ઘર નં29,30 માં રહેતા 35 વર્ષીય મનોજભાઈ દેવરાજભાઇ ત્રાપસીયા હાલ રીંગરોડ શિવકૃપા માર્કેટમાં વી.એમ.રેડીમેડના નામે કાપડનો વેપાર કરે છે. અગાઉ તે રીંગરોડ કોહિનૂર ટેક્ષ્ટાઈલ માર્કેટમાં જય ભવાની ક્રિએશનના નામે કાપડનો વેપાર કરતા હતા ત્યારે વર્ષ 2016 માં બે વેપારી ભરતભાઈ લાખાભાઈ કાતરીયા અને જગદીશ ઉર્ફે ભલો દુલાભાઈ ( બંને રહે.સીતારામ સોસાયટી, અર્ચના સ્કૂલ પાસે, પુણા ગામ, સુરત ) વેલ્વેટ કાપડની ખરીદી કરતા હોય તેમને ઓળખતા હતા. દરમિયાન, વર્ષ 2017 માં બંને મનોજભાઈની કોહિનૂર માર્કેટની દુકાને આવ્યા હતા અને આધ્યા ક્રિએશનના નામે કાપડનો વેપાર શરૃ કર્યો છે તેમ કહી ફરી ગ્રે કાપડનો ધંધો શરૃ કર્યો હતો.

(5:30 pm IST)