Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

સુરતમાં બ્યુટી પાર્લરનું કામ કરતી યુવતીની વ્યાજે પૈસા આપી શારીરિક સંબંધ બાંધવા મજબુર કરનાર નરાધમ વ્યાજખોર વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: બ્યુટી પાર્લરનું કામ કરતી મોટા વરાછા વિસ્તારની ડિવોર્સીએ વ્યાજે લીધેલા 5.50 લાખનું વ્યાજ નહીં આપવું હોય તો તારે મારી સાથે શરીર સબંધ રાખવા પડશે એમ કહી કતારગામ, વરાછા, કામરેજ અને પાસોદરા વિસ્તારમાં હોટલ અને સબંધીના ઘરે લઇ દુષ્કર્મ આચરનાર ફાઇનાન્સરની અમરોલી પોલીસે ધરપકડ કરી છે. મોટા વરાછા વિસ્તારમાં રહેતી સરસ્વતી (ઉ.વ. 30 નામ બદલ્યું છે) એ બ્યુટી પાર્લરના ધંધા માટે 5.50 લાખ તેના પરિચીત અને ફાઇનાન્સનો ધંધો કરતા રાજેશ બોઘાભાઇ હન (રહે. ગંગા રેસીડન્સી, ક્રોઝવે ચાર રસ્તા, સિંગણપોર) પાસેથી વ્યાજે લીધા હતા. દરમ્યાનમાં સરસ્વતી પાસોદરા પાર્લરના ઓર્ડરના કામે જઇ રહી હતી ત્યારે રાજેશે પોતે પણ કામરેજ તરફ જઇ રહ્યો છે એમ કહી કારમાં લીફ્ટ આપી કોલ્ડ્રીંકસમાં ઘેની પદાર્થ પીવડાવી વરાછા વિસ્તારની આર્શીવાદ હોટલમાં લઇ જઇ દુષ્કર્મ આચાર્યુ હતું.

(5:29 pm IST)