Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

વડોદરા: ગોધરા વેજલપુરમાં આઇટીના દરોડા: 120 કરોડનું બિનહિસાબી નાણું ઝડપવામાં આવતા ચકચાર

વડોદરા:ગોધરા અને વેજલપુર વિસ્તારમાં સ્ટીલ અને તેલના વેપારી, બિલ્ડર ગુ્રપ તથા બીજા બિઝનેસમેન વગેરેને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા જે દરમિયાન નાણાકીય હિસાબો, જમીનના સોદા, મકાનોની સ્કીમો, ઓનમની, બૂકિંગ, માલની ખરીદી અને વેચાણ વગેરેને લગતા કોમ્પ્યુટરાઇઝડ ડેટા ઉપરાંત વાંધાજનક દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા હતા અને બેન્કોના કેટલાક લોકરો પણ સીલ કરવામાં આવ્યા હતા.

તમામ ધંધાર્થીઓનું રૃા.૧૨૦ કરોડથી પણ વધુ રકમનું બિન હિસાબી નાણું આવકવેરાના અધિકારીઓએ શોધી કાઢીને જપ્ત કરેલા વાંધાજનક દસ્તાવેજોના આધારે આગળની તપાસ ચાલુ રાખી છે.

(5:28 pm IST)