Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

વડોદરામાં મકરપુરા પોલીસે બાતમીના આધારે આઇસર ટેમ્પોમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

વડોદરા: શહેરમાં મકરપુરા પોલીસે ચોક્કસ બાતમીના આધારે આઇસર ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો ભરી તરસાલી ચેકપોસ્ટ પાસેથી પસાર થતા બે શખ્સોને ઝડપી પાડી વિદેશી દારૂની બોટલો બીયરના ટીમ અને આઇસર ટેમ્પો સહિત 6.26 લાખની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મકરપુરા પોલીસ મથકના જવાનો ગઈકાલે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે રાકેશ તડવી તથા રાહુલ તડવી (બંને રહે- તરસાલી, વડોદરા) પોતાની આઇસર ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવી થોડીવારમાં તરસાલી ચેકપોસ્ટ પાસેથી પસાર થવાના છે. જેના આધારે પોલીસે તરસાલી ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી બાતમી મુજબની આઈસર ટેમ્પો ગાડી ને અટકાવી હતી અને ટેમ્પોચાલક રાહુલ તડવી તથા બાજુમાં બેસેલ આશિષ તડવી( રહે- સોમા તળાવ, ડભોઇ રોડ, વડોદરા, મૂળ, નર્મદા જિલ્લો તિલકવાડા પાસોદરા ગામ) હોવાનું બહાર આવ્યું હતું.

(5:28 pm IST)