Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

પંચમહાલ અને ગોધરામાં ઇન્‍કમટેક્ષ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશનઃ બિલ્‍ડરો અને મોટા વેપારીઓને ત્‍યાંથી બિનહિસાબી નાણુ ઝડપાતા તપાસનો ધમધમાટ

અમદાવાદ: રાજ્યના પંચમહાલ અને ગોધરામાં IT વિભાગે દરોડા પાડ્યાં છે. ગોધરા અને વેજલપુર વિસ્તારમાં IT વિભાગે બિલ્ડર અને મોટા-મોટા વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા છે. IT વિભાગના દરોડા દરમ્યાન 4 દિવસની કામગીરીમાં બિનહિસાબી નાણું ઝડપાયું છે. જો કે હજુ પણ જપ્ત કરાયેલા દસ્તાવેજોના આધારે વધુ તપાસ હાથ ધરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરામાં આવકવેરા વિભાગે  દરોડા પાડતા વેપારીઓ- બિલ્ડર લોબીમાં ફફડાટ જોવા મળ્યો હતો. દિવાળી પહેલા આવકવેરા વિભાગની કાર્યવાહીથી ગોધરામાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. ગોધરામાં તેલ વેપારીઓ, બિલ્ડર અને અન્ય વેપારીઓને ત્યા આવકવેરા વિભાગની 15 જેટલી ટીમો બનાવીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બાદમાં સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.

મહત્વનું છે કે, દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. તે પહેલાં જ આવકવેરા વિભાગની ટીમે દરોડા પાડ્યા હતાં. 5 નવેમ્બરના રોજ વહેલી સવારે આવકવેરા વિભાગના અધિકારીઓ અલગ-અલગ વાહનોમાં ગોધરા જઇ પહોચ્યાં હતાં. આવકવેરા વિભાગની જુદી-જુદી 15 ઉપરાંત ટીમો દ્વારા ગોધરા શહેરના અનાજ, તેલ નાના-મોટા વેપારીઓ, બિલ્ડરો, ફાયનાન્સનો વેપાર કરતા વેપારી, ઓટો મોબાઇલનો બિઝનેસ કરતા વેપારી તેમજ સ્ક્રેપનો બિઝનેસ કરતા વેપારીઓને ત્યાં વહેલી સવારથી આવકવેરા વિભાગ દ્વારા સર્વેની કામગીરી અલગ-અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આવકવેરાની તપાસના પગલે કેટલાંક વેપારીઓ અને બિલ્ડર લોબીમાં ફફડાટ જોવા મળ્યો હતો. એ જ રીતે આજે એક વાર ફરીથી પંચમહાલ-ગોધરામાં IT વિભાગે બિલ્ડર અને મોટા વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતાં.

(4:27 pm IST)