Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

SOU જવા માંગતા પ્રવાસીઓ માટે ખુશખબરઃ હવે એક દિવસમાં ૯૦૦ પ્રવાસીને પ્રવેશ

પ્રવાસીઓનો પ્રવાહ દિવાળીની રજાઓમાં તો ઘણો ઓછો કહેવાય એટલે આગામી રજાઓને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓ માટે ટિકિટના કોટા વધારવાનું નક્કી કરવામાં આવ્યું છે

નર્મદા, તા.૧૧: હાલ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આવેલા તમામ પ્રવાસન સ્થળો ખુલ્લા મૂકવામાં આવ્યા છે. ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનાં પણ તમામ પ્રોજેકટ પ્રવાસીઓ માટે ખુલ્લા છે. જે માટે પહેલા ઓનલાઇન ટિકિટ લઈને આવવાનું હોય છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાથે વિવિધ પ્રોજેકટ પ્રવાસીઓ માટે ખૂલી ગયા છે. વિશ્વભરના પ્રવાસીઓને આ સ્થળ આવકારે છે. હાલમાં કોરોનાને લઈને તમામ પ્રોજેકટ કોવિડ-૧૯ની ગાઈડલાઈન પ્રમાણે વ્યવસ્થાઓ સાથે ખુલ્યા છે

 સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં જરૂરી સ્લોટ બનવી કોટા નક્કી કરવામાં આવ્યા છે. પ્રવાસીઓનો પ્રવાહ દિવાળીની રજાઓમાં તો દ્યણો ઓછો કહેવાય એટલે આગામી રાજાઓને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓ માટે ટિકિટના કોટા વધારવાનું નક્કી કરવામાં આવ્યું છે. હાલમાં જંગલ સફારીમાં કોવિડ ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન જોતા સરકારે કર્યો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી ૯ સ્લોટમાં ૫૦-૫૦ પ્રવાસીઓને પ્રવેશ અપાતો હતો. એક દિવસમાં ૪૫૦ પ્રવાસીને પ્રવેશ અપાતો હતો. જંગલ સફારીની ક્ષમતા તેમજ તમામ પાસાઓને જોતા હવે પ્રત્યેક સ્લોટમાં ૫૦ની જગ્યાએ ૧૦૦ પ્રવાસીને પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે એક દિવસમાં કુલ ૯૦૦ પ્રવાસીને પ્રવેશ અપાશે.

 ટેન્ટ સીટી નર્મદા-૧૨ના સિનિયર મેનજર પ્રબલ પટેલે જણાવ્યું હતું કે, ૧૫થી ૨૨ નવેમ્બરમાં સૌથી વધુ લોકો બુકિંગ કરાવી ચૂકયા છે. રાજયના ૮૦ ટકા લોકોએ નજીકના સ્થળો માટે બુકિંગ કરાવ્યું છે. પ્રવાસીઓમાં પ્રથમ પસંદગી કેવડિયા છે. કેમકે લકસઝરીયસ ટેન્ટની મઝા સાથે કોરોનાની સંપૂર્ણ સુરક્ષા કરી આપીએ છે. અહીંયા ડરવાની કોઈ જરૂર નથી. અમે ખાસ તકેદારી રાખી રહ્યા છે. નર્મદાના ટુર ઓપરેટર હિતેશ પટેલ જણાવ્યા મુજબ, હાલ કોરોનામાં ટ્રેનો અને ફ્લાઈટની સુવિધા ઓછી હોવાથી ગોવા, કેરાલા જેવા દૂરના રાજયોના ટુરિસ્ટ સ્થળો માટે બુકિંગ ૨૦ ટકા જેટલું જ છે. રાજયમાં કેવડિયા ટેન્ટ સિટી અને SOU માટે બુકિંગ સૌથી વધુ છે.

પ્રવાસીઓ માટે સગાઇ રેન્જમાં આવેલા માલસમોટ પાસેનો નિનાઈ ધોધ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર રહે છે. છેલ્લા આઠ મહિનાથી કોરોના મહારમારીના કારણે બંધ હતો. હવે અનલોકમાં કોવિડ-૧૯ની ગાઈડલાઈન સાથે નિનાઈ ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો છે. સરકારની ગાઈડલાઈન મુજબ અનલોકમાં ડેડીયાપાડા તાલુકામાં આવેલો સગાઈ- માલસમોટ પાસેનો નિનાઇ ધોધ પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. પ્રવાસીઓએ નાયબ સંરક્ષકની કચેરી રાજપીપલા ખાતે ઓનલાઇન બુકીંગ કરી એડવાન્સ બુકિંગ શકે છે.

(3:39 pm IST)