Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

વિજયભાઇને દિવાળીની શુભેચ્છા આપતા દાઉદી વ્હોરા સમાજના આગેવાનો

રાજકોટ : વિશ્વભરમાં દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂહીઝ હોલીનેશન ડો. સૈયદનો આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.સ.)ના રાજયનો મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને ખાસ દિવાળી નૂતનવર્ષની દુઆ સાથે શુભેચ્છાનો સંદેશો મોકલ્યો હતો અને ગુજરાતની સમગ્ર જનતાને પણ દિવાળી નૂતનવર્ષ દુઆ સાથે શુભેચ્છા પાઠવતો સંદશો મોકલ્યો હતો. આ પ્રસંગે ડો. સૈયદના સાહેબ (ત.ઉ.વ.શ.)ના પ્રતિનિધી તરીકે જનાબ શબ્બીરભાઇ સાહેબ નુરૂદ્દીન સાહેબ, જનાબ આમીલ સાહેબ, શેખ મુસ્તફાભાઇ મોહીયુદીન શેખ સજજાદભાઇ હીરા (ચેરમેન ગુજરાત સ્ટેટ વકફ બોર્ડ) રૂકૈયાબેન ગુલામ હુશેન (ડાયરેકટર ગુજરાત સ્ટેટ વકફ બોર્ડ) તેમજ દાઉદી વ્હોરા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમ  શેખ યુસુફઅલી જોહર કાર્ડસ વાલાએ યાદીમાં જણાવ્યું હતું.

(3:38 pm IST)
  • રશિયાએ વિવાદિત નાગોર્નો કારાબખ ક્ષેત્રમાં સંઘર્ષને સમાપ્ત કરવા માટે રશિયાએ આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે સમજૂતી કરાવી :અઝરબૈજાન અને વંશીય આર્મેનિયનો વચ્ચે છ અઠવાડિયાથી ચાલતા યુદ્ધ પછી હવે આ સમજૂતી થઇ છે access_time 7:55 pm IST

  • અર્નવ ગોસ્વામીના વચગાળાના જામીન મંજૂર : રીપબ્લીક ટીવીના અર્નવ ગોસ્વામીને સુપ્રિમ કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે : ૭ દિવસ મુંબઈની જેલમાં રહ્યા પછી હવે અર્નવ ગોસ્વામી દિવાળી પહેલા જ જામીન ઉપર મુકત થશે access_time 4:25 pm IST

  • તેજસ્વી યાદવ સારો છોકરો છે ,પરંતુ રાજ્ય ન ચલાવી શકે : કમલનાથ મારા મોટાભાઈ જેવા છે ,બહુ ચતુરાઈથી તેમણે મધ્ય પ્રદેશમાં વ્યૂહ રચના ગોઠવી : ભાજપના વરિષ્ઠ આગેવાન તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમાભારતીએ બિહાર ચૂંટણી પરિણામો બાદ પ્રસંશા કરી access_time 6:15 pm IST