Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

લૂપાઈ- છૂપાઈને લાંબી વાતો કરતો પતિ ઝડપાય લાંબી વાતો કરતો પતિ ઝડપાઈ ગયોઃ બીજી પત્નિ કરી હોવાનો ભાંડો ફૂટયો

છાનો છાનો પતિ વાતો કરતો હતો!!

રાજકોટઃ લોકડાઉન દરમિયાન પતિ સંતાઈને ફોન ઉપર વાતો કરતો હોવાની શંકા બાદ તેણે બીજા લગ્ન કરેલા હોવાનું જાણવા મળતાં એક હસતો રમતો પરિવાર ભંગાણના આરે આવીને ઊભો છે. આ અંગે પરિણીતાએ અમદાવાદના મહિલા પોલીસ મથક (ઈસ્ટ)માં ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ ઉપરાંત તેને સાથ આપનાર સાસુ- સસરા વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમરાઈવાડીની ૩૬ વર્ષીય મહિલાના લગ્ન જાન્યુઆરી ૨૦૦૬માં સરસપુરના ધર્મેશ કિશોરભાઈ ખત્રી સાથે થયા હતાં. તેમને તેર વર્ષનો પુત્ર પણ છે. કોવિડ- ૧૯ના કારણે લોકડાઉન જાહેર થતાં બધા ઘરે રહેવા મજબૂર બન્યા હતાં. દરમિયાનમાં મહિલાએ નોંધ્યું કે તેનો પતિ તેનાથી સંતાઈને ફોન ઉપર કોઈની સાથે વાતો કરતો હોય છે. આ અંગે પૂછતા તેને સરખો જવાબ પણ આપ્યો ન હતો.

આખરે એક દિવસ મહિલાએ તેના પતિના મોબાઈલમાં ''જ્ઞાની''નામની છોકરી સાથેની ચેટ જોઈ લેતા બન્ને વચ્ચે પ્રેમસંબંધ હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ મહિલાએ જ્ઞાની વિશે પૂછતાં પતિએ કહ્યું કે તે મારી પત્ની છે અને મે તેની સાથે લગ્ન કરી લીધા છે. આમ કરવાની ના પાડતા ઝઘડો કરી મારઝૂડ કરી ''જ્ઞાની''ને આ ઘરમાં લાવીશ કહી મહિલા તથા તેના પુત્રનો ખર્ચ ઉપાડવાનું બંધ કરી દીધું. પતિ ઉપરાંત સાસુ રીટાબહેન તથા સસરા કિશોરભાઈએ તેને ઘરમાં ન આવવા દઈ કાઢી મૂકી હતી.

(3:14 pm IST)