Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ભરૂચમાં પાનોલી જીઆઇડીસી કંપનીમાં ભીષણ આગ : ત્રણ ફાયર ફાઇટરો પહોંચ્યા

સિટી ફોર્મ્યુલેશન કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સ્પાર્ક થતા આગ લાગી

ભરૂચમાં પાનોલી જીઆઇડીસીમાં સિટી ફોર્મ્યુલેશન કંપનીમાં આગ લાગી છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સ્પાર્ક થવાના લીધે આ આગ લાગી હોવાનું કહેવાય છે. આ આગ બૂઝાવવા માટે ત્રણ ફાયર ફાઇટરો દોડી ગયા છે. આગ પર ટૂંક સમયમાં અંકુશ મેળવી લેવામાં આવશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.  અત્યાર સુધી જાનહાનિના કોઈ સમાચાર નથી.

(2:36 pm IST)