Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

કુવરપરા ગામમાં ગ્રામજનો દ્વારા ગ્રામપંચાયત થકી 11000 વૃક્ષોના રોપણ સાથે સ્વચ્છતા અભિયાન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાની કુંવરપરા ગ્રામ પંચાયતમાં ગત વર્ષે 11000 વૃક્ષો નું રોપાણ કરવામાં આવ્યુ હતું એજ રીતે આ વર્ષે પણ 11000 વૃક્ષોનું ગ્રામજનોના સહયોગથી રોપણ શરૂ કરાયું છે.
  છેલ્લા આઠ દિવસથી કુંવરપુરા ગ્રામ પંચાયતના ભાઈઓ બહેનો તેમજ યુવાઓ દ્વારા વૃક્ષોની આજુબાજુ ઉગેલા ઘાસ ચારાની સાફ-સફાઈ ની કામગીરી ચાલી રહી છે.ગત વર્ષે નીલગીરી ,વાસ,સાગ,જમરૂખ, જાંબુ,સીતાફળ. આમળા,ગુલમોર જેવા વિવિધ પ્રકારના છોડવાઓ રોપવામાં આવ્યા હતા જે હાલમાં 10 થી 15 ફુટના થઈ ગયા છે.માટે આવનારા દિવસોમાં પંખીઓ તેમજ ગ્રામજનો,નાના બાળકોને પણ તેના ફળો ખાવા મળશે અને દિવસેને દિવસે જે તાપમાન ફેરફારો થઈ રહ્યા છે જેમાં ગ્લોબલ વોર્મિંગની અસર પુરા વિશ્વમાં દેખાઈ રહી છે તેવા સમયે આવનારા દિવસોમાં આપણી આવનારી પેઢીને પણ ગ્લોબલ વોર્મિંગથી જે નુકસાન થવાનું છે ભવિષ્યમાં એને ધ્યાનમાં લઇ કુંવરપરા ગ્રામ પંચાયતના ગ્રામજનોએ એક સંકલ્પ લીધો હતો માટે આવી લોક ઉપયોગી કામગીરી કરાઈ રહી છે.ત્યારે અવાનારી પેઢી ને ગ્લોબલ વોર્મિંગને કારણે ભવિષ્યમાં નુકસાન થવાનું છે એના માટે આપ સૌ પોતાના વિસ્તારમાં કે ગૌચરની જમીનમાં વૃક્ષોનું રોપણ કરો એવી વિનંતી ગામના યુવા સરપંચ નિરંજનભાઈ વસાવા એ કરી હતી.

(11:41 pm IST)