Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

વડોદરા:દારૂની મહેફીલ સાથે જન્મદિવસ મનાવતા બે વિદ્યાર્થીનીઓ સહિત સાત કોલેજીયનો ઝડપાયા

ફ્લેટમાં મધરાત બાદ ભારે ઘોંઘાટ થતો હોવાની જાણ થતા પોલીસે દરોડો પાડ્યો

વડોદરા : દારૂની મહેફીલ સાથે બર્થ ડે મનાવી રહેલી બે વિદ્યાર્થીનીઓ સહિત સાત કોલેજીયન વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાંથી ઝડપાયા છે. શ્રીનાથજીપુરમના જી ટાવરમાં પાંચમા માળે એક ફ્લેટમાં મધરાત બાદ ભારે ઘોંઘાટ થતો હોવાની જાણ થતા પોલીસે દરોડો પાડતાં આ મહેફીલમાં ભંગ થયો હતો

 .               ઝડપાયેલા મોટાભાગના ભરૂચ, અંકલેશ્વર તથા વલસાડ તરફના રહેવાસી છે. જેઓ વડોદરામાં અભ્યાસ કરી રહ્યા છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નવા યાર્ડ ડ વિસ્તારમાં શ્રીનાથજી પુરમના જી ટાવરમાં પાંચમા માળે એક ફ્લેટમાં કેટલાક છોકરા-છોકરીઓ દારૂ પીને ધમાલ કરી રહ્યા હોવાની પોલીસ કંન્ટ્રોલરૂમ પર વિગતો મળી હતી. જેના આધારે ફત્તેગંજ પોલીસ મથકની ટીમ ઘટના સ્થળે પહોચી ગઇ હતી. તેઓએ તપાસ કરતાં ફ્લેટમાં મોટે મોટેથી બકવાસ કરી રહેલી કેટલીક વ્યક્તિઓનો અવાજ સંભળાયો હતો. આખરે પોલીસ દરોડો પાડતાં ફ્લેટમાંથી બે યુવતીઓ તથા પાંચ યુવાનો મળી સાત વ્યક્તિઓ દારૂનો નશો કરેલી હાલતમાં મળી આવી હતી. 

                 જેમાં જનકકુમાર ચંદ્રકાંત પટેલ (રહે. એ-૨, એકતાનગર સોસાયટી, અંકલેશ્વર), કૃણાલ રાજેન્દ્રભાઇ પાટીલ (રહે. ૯, દત્ત એપાર્ટમેન્ટ, ચૌટા નાકા, અંકલેશ્વર), ધવલ શંકરભાઇ લુહાર (રહે. નિલકંઠ સોસાયટી, ઓ.એન.જી.સી., ભરૂચ), અવિનાશસિંગ પ્રહલાદસિંગ (રહે. એ-૬, કમલદીપ સોસાયટી, વાઘોડિયા રોડ, વડોદરા), પ્રિયંક દિનેશભાઇ ટંડેલ (રહે. શ્રી કોમ્પ્લેક્ષ મુક્તાનંદ માર્ગ, જલા, વાપી, વલસાડ), હની ચેતનભાઇ મોદી (રહે. માનવમંદીર સોસાયટી, જીઆઇડીસી, અંકલેશ્વર) તથા રીના કેતનભાઇ મોદી (રહે. એ-૬, રામવાટીકા, હાંસોટ રોડ, અંકલેશ્વર)નો સમાવેશ થાય છે. તેઓ રીના મોદીની બર્થડે ઉજવવા માટે હની મોદીના વડોદરા સ્થિત નિવાસસ્થાને એકઠા થયા હતા. 

(11:57 pm IST)