Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ધોલેરામાં 50 મૅગાવોટનો સોલાર પાર્ક સ્થાપશે ટાટા પાવર

આ કોન્ટ્રાક્ટ સાથે ગુજરાતમાં કુલ સંચિત વીજક્ષમતા 400મૅગાવોટ થશે

 

અમદાવાદ : દેશની ટોચની સૌથી મોટી પાવર કંપની ટાટા પાવર ધોલેરામાં 50 મેગાવોટનો સોલાર પાર્ક સ્થાપશે ટાટા પાવરે જાહેરાત કરી કે, કંપનીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ટાટા પાવર રિન્યૂએબલ એનર્જી લિમિટેડ ધોલેરા  સોલર પાર્કમાં 50 મૅગાવોટનો સોલર પ્રોજેક્ટ વિકસાવવા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (જીયુવીએનએલ) પાસેથી લેટર ઑફ ઍવોર્ડ મળ્યો છે. એલઓએ કંપનીએ ધોરેલા સોલર પાર્ક દ્વારા સ્થાપિત 250 મૅગાવોટનાં સોલર પ્રોજેક્ટ ઉપરાંત વધારાનો છે.

 

   જીયુવીએનએલને વાણિજ્યિક કામગીરી શરૂ કરવાની તારીખથી 25 વર્ષનાં ગાળા માટે વીજળીની ખરીદી કરવાની સમજૂતી (પીપીએ) હેઠળ વીજળીનો પુરવઠો પ્રદાન કરવામાં આવશે. કંપનીએ કોન્ટ્રાક્ટ જૂન, 2019માં જીયુવીએનએલએ જાહેર કરેલી બિડમાં મેળવ્યો હતો. પ્રોજેક્ટ પીપીએનાં અમલની તારીખથી 15 મહિનાની અંદર કાર્યરત થશે

સફળતા પર ટાટા પાવરનાં એમ.ડી અને સી.ઈઓ પ્રવીર સિંહાએ કહ્યું હતું કે, “અમને જાહેરાત કરતાં ગર્વ થાય છે કે, અમને ગુજરાતમાં 50 મૅગાવોટનો પ્રોજેક્ટ એનાયત થયો છે તથા અમને તક પ્રદાન કરવા બદલ અમે ગુજરાત સરકાર અને જીયુવીએનએલનાં અધિકારીઓનાં આભારી છીએ. કોન્ટ્રાક્ટ સાથે ગુજરાતમાં કુલ સંચિત વીજક્ષમતા 400મૅગાવોટ થશે. અમને ખુશી છે કે, સૌર ઊર્જા પેદા કરીને અમારાં દેશની સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ ઊર્જા પ્રત્યેની પ્રતિબદ્ધતા પૂર્ણ કરીશું.
  
ટાટા પાવરનાં રિન્યૂએબલ્સનાં પ્રેસિડન્ટ આશિષ ખન્નાએ કહ્યું હતું કે, “અમે બીજો કોન્ટ્રાક્ટ મેળવ્યો છે, જે અમને ધોલેરા સોલર પાર્કમાં સૌથી મોટા ડેવલપર બનાવશે. અમે રિન્યૂએબલ એનર્જી તેમજ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ, એન્જિનીયરિંગ અને અમલીકરણ ક્ષમતાઓ સાથે અમારી મજબૂત પ્રતિબદ્ધતા પ્રદર્શિત કરવાનું જાળવી રાખીશું. અમને સ્વચ્છ ઊર્જાનાં સંસાધનોમાંથી ટાટા પાવરની કુલ ઉત્પાદન ક્ષમતા ઊંચા માપદંડો સ્થાપિત થવાની આશા છે

(11:35 pm IST)