Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ગુજરાતમાં ડેંગ્યુના કેસમાં ૩૫ ટકા સુધીનો ઘટાડો થયાનો દાવો

ગત વર્ષની તુલનામાં મેલેરિયાના કેસોમાં ૪૨ ટકાનો ઘટાડો થયો : ડેંગ્યુ વિરોધી પ્રવૃત્તિઓ માટે રાજ્ય સ્તરથી સતત મોનિટરિંગ કરાયું : ૧૦૪ હેલ્પ લાઈનનો ઉપયોગ કરવા અપીલ : ઘર-પડોશમાં સ્વચ્છતા માટે પ્રયાસો

અમદાવાદ,તા.૧૧ : આરોગ્ય સચિવ ડૉ. જયંતિ રવિએ જણાવ્યું છે કે, રાજ્યમાં વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે તંત્ર દ્વારા હાથ ધરાયેલ પ્રયાસોના કારણે નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ડેન્ગ્યુના કેસોમાં ૩૫ ટકાનો અને મેલેરિયાના કેસોમાં એકંદરે ૪૨ ટકા જેટલો ક્રમશઃ ઘટાડો જોવા મળી રહ્યો છે. ડૉ.જયંતિ રવિએ ઉમેર્યુ કે, રાજ્યમાં વાહકજન્ય રોગો જેવાકે મેલેરિયા, ડેન્ગ્યુ માટે રાજ્ય કક્ષાએથી સતત મોનીટરીંગ કરાઇ રહ્યુ છે. આરોગ્ય કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ ખડેપગે કાર્યરત છે જેના પરિણામે આ ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યના સંવેદનશીલ વિસ્તારમાં વેક્ટર કંટ્રોલ રૂમો અને ડેન્ગ્યુ નિદાન કેન્દ્રો કાર્યરત છે જેના દ્વારા ડેન્ગ્યુનું વિના મૂલ્યે નિદાન પણ કરવામાં આવી રહ્યુ છે.

                ડૉ.રવિએ ઉમેર્યુ કે, મેલેરિયા, ડેન્ગ્યુ સહિતના વાહકજન્ય રોગો માટે જી.વી.કે.ઇ.એમ.આર.આઇ. મારફત ૧૦૪ હેલ્પલાઇન કાર્યરત છે. જેના દ્વારા તાવના કેસોમાં ઘેર બેઠા સારવાર આપવાની વ્યવસ્થા કરાઇ છે જેનો પણ નાગરિકોએ મહત્તમ ઉપયોગ કરવો જોઇએ. તાવ જણાય તો શરીરનું તાપમાન જળવાઇ રહે એ માટે ત્વરિત પાણી પીવું, આરામ કરવો તથા પેરાસીટામોલ દવા લેવી. તથા જાગૃતિ માટે પ્રત્યેક નાગરિક દશ મિનિટ દરરોજ ફાળવીને પોતાના ઘરમાં, ખુલી જગ્યામાં જેવી કે પાણીના કુંડા જેવા કન્ટેનરો નિયમિત સાફ કરાવે તથા આડોશ પાડોશના વિસ્તારોમાં પણ જાગૃતિ માટે સહયોગ કરે તે જરૂરી છે. ડૉ.રવિએ ઉમેર્યુ કે, રાજ્યમાં ઓક્ટોબર ૨૦૧૯ સુધીમાં ગત વર્ષની સરખામણીએ મેલેરિયાના કેસોમાં ૪૨ ટકાનો ઘટાડો નોંધાયો છે. જેમાં સુરત કોર્પોરેશનમાં ૨૭ %, અમદાવાદમાં ૫૪ % ટકા, ક્ચ્છમાં ૨૮ % ટકા, દાહોદમાં ૪૪ % ભરૂચમાં ૩૮ %, સુરેન્દ્રનગરમાં ૬૬%નો ઘટાડો નોંધાયો છે. જ્યારે ડેન્ગ્યુના કેસોમાં પણ ૩૫% ઘટાડો  નોંધાયો છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં ૬૪%, જામનગરમાં ૩૯%, રાજકોટમાં ૩૦%, વડોદરામાં ૬૬%, ગાંધીનગરમાં ૪૭%, પાટણમાં ૯૦%, પંચમહાલમાં ૩૯%, અને જામનગરમાં ૩૧% જેટલો ઘટાડો નોંધાયો છે તેમ તેમણે ઉમેર્યુ છે.

                   ડૉ. રવિએ ઉમેર્યુ કે, મા, મા વાત્સલ્ય અને આયુષમાન ભારત યોજના હેઠળ ૫ લાખ સુધીની સારવાર નાગરિકોને વિના મૂલ્યે સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. આ સંદર્ભે પણ કોઇ ફરિયાદો નાગરિકોને હોય તો જિલ્લાકક્ષાએ કલેક્ટરના અધ્યક્ષે રચાયેલ ડિસ્ટ્રીકટ ગ્રીવન્સ રીડ્રેસલ કમીટીને રજુઆત કરવા પણ જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મેલેરિયા નિયંત્રણ માટે રાજ્યભરમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી હાથ ધરીને ઘરે ઘરે જઇને ફીવર સર્વેલન્સ અને મચ્છર ઉત્પત્તિ સ્થાનો નાબૂદ કરવાની સઘન કામગીરી કરીને રાજ્યની ૯૭ ટકા વસતીને આવરી લેવાઇ છે. સંવેદનશીલ વિસ્તારોમાં ૨૩૫ (૧૧૩૫ ફિલ્ડવર્કરો) વેકટર કંટ્રોલટીમો દ્વારા રોગ અટકાયતકામગીરી પૂર્ણ કરાઇ છેતથા રાજ્યના ૧૮.૧૬ લાખવધુ જોખમી વસતિમાં બેરાઉન્ડ જંતુનાશક દવાનો છંટકાવ તથા ૪.૪ લાખ મચ્છરદાનીઓ સગર્ભા બહેનોને વિતરણ કરાઇ છે તથા ડેન્ગ્યુ નિયંત્રણ માટે પણ અધિકારીઓ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

(8:19 pm IST)