Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

સુરતના પાંડેસરામાં ગેલેરીમાં કપડાં સુક્વવું યુવતીને ભારે પડ્યું: ત્રીજા માળેથી નીચે પટકાતા ઇજા પામેલ યુવતીનું સારવાર દરમ્યાન મૃત્યુ

સુરત: શહેરના પાંડેસરામાં બે દિવસ પહેલા ગેલેરીમાં બાંધેલી દોરી પર કપડાં સૂકવવા નાખતી વખતે ત્રીજા માળેથી નીચે પટકાતા ઇજા પામેલી યુવતીનું સારવાર દરમિયાન ગઇકાલે મોડી રાત્રે મોત નીપજ્યું હતું.

સીવીલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પાંડેસરા વિસ્તારમાં આવેલા રામેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતી 20 વર્ષીય નેહા સહદેવસિંગ ગઈ તારીખ 9મી રાત્રે ઘરના ત્રીજામાંની ગેલેરીમાં બાંધેલી દોરી પર કપડાં સૂકવવા નાખતી હતી.

(5:57 pm IST)