Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

સુરતના અમરોલીમાં મિત્ર સાથે બેસેલા યુવાનને નાણાંની લેતીદેતી મામલે ઉઘરાણી કરી પડોશીએ ચપ્પુના ઘા મારી ઇજા પહોંચાડતા સારવાર અર્થે ખસેડાયો

સુરત:અમરોલીના કોસાડ આવાસમાં શનિવારે રાત્રે મિત્ર સાથે બેસેલા યુવાનને રમઝાનમાં આપેલા રૂપિયા 5,000ની ઉઘરાણી કરી પડોશીએ યુવાનને ચપ્પુના ઘા મારતા હોસ્પિટલમાં ખસેડાયો હતો.

પોલીસ સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ અમરોલીના કોસાડ ખાતે એસ.એમ.સી આવાસમાં રહેતો 30 વર્ષીય સઈદ ઈલિયાસ શેખ શનિવારે રાત્રે ઘર પાસે તેના મિત્ર સબીર મહેબૂબ શાહ અને શેરૂ માઈકલ સાથે બેઠો હતો તે સમયે પડોશમાં રહેતો મુજીબ ખલિલ શેખ ત્યાં આવ્યો હતો ત્યારે સઈદે કહ્યુ કે રમઝાન માસમાં આપેલા રૂપિયા 5,000 માંગણી કરી હતી જેથી મુજીબ ઉશ્કેરાઈ જઈ તેની સાથે ગાળો આપવા લાગ્યો હતો.

(5:57 pm IST)