Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

પાલનપુરના ગઠામણમાં રાત્રીના સમયે ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા: હારજીતનો જુગાર રમતા આંઠ જુગારીઓને 30 હજારની મતા સાથે ઝડપ્યા

પાલનપુર: તાલુકાના ગઠામણ ગામે રાત્રીના સમયે ચાલતા એક જુગારધામ પર તાલુકા પોલીસની ટીમે ઓચિંતી રેઈડ કરી હતી. જેમાં અહીં લાઈટના અજવાળે ગંજીપાનાથી પૈસાની હારજીતનો જુગાર રમતા અને રમાડતા આઠ જુગારીયાઓ રૃ.૩૦,૧૧૫ના મુદ્દામાલ સાથે ઝડપાઈ જવા પામ્યા હતા. આ તમામ જુગારિયાઓ વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પાલનપુર તાલુકાના ગઠામણ ગામની સીમમાં આવેલ બાગે શકુન સોસાયટીમાં રાત્રીના સમયે ખુલ્લામાં પૈસાની હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પાલનપુર તાલુકા પોલીસની ટીમે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે આ જુગારધામ પર ઓચિંતો છાપો માર્યો હતો. જેમાં અહીં લાઈટના અજવાળે ગંજીપાનાથી જુગાર રમતા અને રમાડતા આઠ જુગારીયા રૃ.૨૦,૧૩૫ની રોકડ રકમ સાથે પોલીસના હાથે ઝડપાઈ જવા પામ્યા હતા અને તેમની પાસેથી રૃ.૯,૮૦૦ની કિંમતના ૬ મોબાઈલ મળી આવતા પોલીસે કુલ રૃ.૩૦,૧૧૫નો મુદ્દામાલ કબજે કરીને આઠેય જુગારીયાઓની અટકાયત કરી તેમના વિરોધ પાલનપુર તાલુકા પોલીસ મથકે જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેને લઈ જુગાર રમવાની લત ધરાવતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.

(5:56 pm IST)