Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાં પ્રેમ લગ્ન કરવું યુવતીને ભારે પડ્યું: લગ્નના આંઠ મહિનામાં પતિએ 1 લાખની માંગણી કરી: પત્નીએ પૈસા લાવી આપવાની ના કહેતા અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

અમદાવાદ: શહેરમાં ઘરેથી ભાગી જઇને પ્રેમ લગ્ન કરનાર યુવતીઓ માટે ચેતવણીરૃપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગીતામંદિર વિસ્તારમાં રહેતી મહિલાને પ્રેમલગ્ન કરવાનું ભારે પડયું છે. લગ્નના આઠ મહિનામાં જ પતિએ રૃા.૧ લાખની માંગણી કરી હતી જો કે પત્નીએ રૃપિયા લાવવાનો ઇન્કાર કરતાં પતિએ પત્નીના અશ્લીલ ફોટા સોશિયલ મિડિયામાં વાઇરલ કર્યા હતા. એટલું જ નહી બદનામ કર્યા બાદ પત્નીને તગેડી મૂકી હતી. આ ઘટના અંગે કાગડાપીઠ પોલીસે પતિ સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે ગીતામંદિર વિસ્તારમાં રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી મહિલાને સરખેજ વિસ્તારમાં મકરબા પોલીસ ચોકી સામે ભાડાના મકાનમાં રહેતા હેમાંગભાઇ જામલીયા સાથે આંખ મળી ગઇ હતી. જેને લઇને આઠ મહિના પહેલા  પ્રેમ લગ્ન કર્યા હતા, લગ્ન બાદ થાડો સમય લગ્ન જીવન સારુ ચાલતું હતું. બે મહિના પહેલા પતિએ પત્નીના ઘરેથી રૃા. ૧ લાખ લઇ આવવાનું કહ્યું હતું.

(5:52 pm IST)