Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

હવે પ્રદેશ કોંગ્રેસનું માળખુ નહીં હોય 'જમ્બો'

મારા-તારા ના બદલે ફીલ્ડમાં કામ કરનારને મળશે હોદ્દાઃ હાઈકમાન્ડનો આદેશ

અમદાવાદ, તા. ૧૧ :. વિધાનસભાની પેટાચૂંટણીઓ પૂર્ણ થતા જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ૧૮ ઉપપ્રમુખ, ૨૮ મહામંત્રી ૭ પ્રવકતા સહિત પોણા ચારસોના જમ્બો માળખાને વિખેરી નખાયા બાદ માસાંતે નવુ માળખુ જાહેર થશે તેમ મનાય છે ત્યારે આ વખતે જમ્બો માળખુ બનાવવાના બદલે હોદેદારોની સંખ્યા ૧૦૦ની અંદર રહેશે તેમ ચર્ચાય છે.

ગત મહીને ૬ બેઠકની વિધાનસભા પેટા ચુંટણી પુરી થતા જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું માળખુ વિખેરી દેવામાં આવ્યું હતું. આ માળખુ વિખેરવામાં આવ્યું તેમાં ૧૮ ઉપપ્રમુખ ર૮ મહામંત્રી ૭ પ્રદેશ પ્રવકતા સહીત ૩૬પનો સમાવેશ થયો હતો. માત્ર પ્રમુખ અમીત ચાવડાને યથાવત રાખવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહીતી અનુાસર ગુજરાત કોંગ્રેસમાં નવેસરથી પ્રાણ ફુંકાવા ઉતર પ્રદેશ પેટર્નથી નવુ માળખુ બનાવશે. જેમાં ખુબ જ ઓછાને સ્થાન અપાશે. કોંગ્રેસ સંગઠનમાં કામ કરનારા લોકોનો પર્ફોમન્સ રીપોર્ટ બનાવાયો છે. જેમાં દરેકની કામગીરીની નોંધ લેવાઇ છે.

નવા માળખામાં ઝોન વાઇઝ ર ઉપપ્રમુખ ૮ મહામંત્રી ૪૦ મહામંત્રી હશે. અગાઉ જેમને પ્રદેશમાં હોદા અપાયા છે તેમની કામગીરીની સમીક્ષા કરી પુનઃ હોદા અપાશે જેમની કામગીરી સારી નથી તેમને ઘરનો માર્ગ દેખાડીછ દેવામાં આવશે. હાઇકમાન્ડ દ્વારા સ્પટ સુચના અપાઇ છે કે આ વખતે પાત્ર પાયાના કાર્યકરોને જ હોદા આપવામાં આવે અને મળતીયાઓને કોઇ પણ હોદો આપવામાં આવે નહી.

 કોંગ્રેસના છેલ માળખામાં પાયાના સક્ષમ કાર્યકરોની ધરાર અવગણના કરી માત્ર મળતીયઅઓને જ હોદા આપી દેવામાં આવ્યા હતા.

(12:56 pm IST)