Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

જી.પી.એસ.સી.માં ઉતિર્ણ ૨૮ ઉમેદવારોને અજમાયશી ટી.ડી.ઓ. તરીકે નિમણૂંક

રાજકોટમાં બ્રિજેશ સોજીત્રા, મોરબીમાં પારસ ચૌહાણ, જૂનાગઢમાં બિપીન પરમાર

રાજકોટ, તા. ૧૧ :. ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરનારા ૨૮ ઉમેદવારોને બે વર્ષ માટે અજમાયશી તાલુકા વિકાસ અધિકારી વર્ગ-૨ની જગ્યા પર નિમણૂંક આપવામાં આવી છે. પંચાયત વિભાગના નાયબ સચિવ (સેવા) વનરાજસિંહ પઢારિયાની સહીથી આ અંગેના હુકમ પ્રસિદ્દ કરવામાં આવેલ છે. ઉમેદવારોને સૌરાષ્ટ્ર-કચ્છમાં ફાળવેલ જિલ્લા નીચે મુજબ છે.

રોનક ઠોરીયાઃ સુરેન્દ્રનગર

ચંદ્રેશ સાંખલાઃ કચ્છ

અલ્પેશ જોશીઃ ગીર સોમનાથ

રજની ઠુંમરઃ જામનગર

પારસ ચૌહાણઃ મોરબી

બ્રિજેશ સોજીત્રાઃ રાજકોટ

બિપીન પરમારઃ જૂનાગઢ

કૃણાલ ડામોરઃ દેવભૂમિ દ્વારકા

(12:55 pm IST)