Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

અમદાવાદ-ઉદયપુર હાઇવે પણ લકઝરી બસમાં લૂંટફાટ મુસાફરોને મારપીટ : 15થી વધુ બાઇકસવારોની કરતૂત

સાઈડ આપવા જેવી બાબતની આડમાં વાંટડા ટોલપ્લાઝા પાસે લૂંટની ઘટનાથી ખળભળાટ

અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળ્યા છે ત્યારે અમદાવાદ-ઉદેપુર ને.હા.નં -૮ પર આવેલા વાંટડા ટોલપ્લાઝા નજીક રાજસ્થાન તરફથી આવી રહેલી લકઝરી બસના ચાલકે બાઈક ચાલકને સાઈડ આપવા જેવી સામાન્ય બાબતમાં અટકાવેલી લકઝરી બસમાં રહેલા યાત્રાળુઓ સાથે મારપીટ કરતા સ્થાનિક બાઈક ચાલકના ૧૫ થી વધુ શખ્સોએ પહોંચી યાત્રાળુઓને ઢોર માર મારી લૂંટી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે

  આ ઘટનાથી લકઝરી બસમાં પ્રવાસ કરતા મુસાફરો ફફડી ઉઠ્યા હતા. ૩ મુસાફરોના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ગાંધીનગર હોસ્પિટલ ખસેડાયા હતા. મોડાસા રૂરલ પોલીસને જાણ કરવા છતાં ૨ કલાકથી વધુનો સમય ઘટનાસ્થળે પહોંચતા થતા વાહનચાલકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો હતો.

  મોડાસા તાલુકાના વાંટડા ટોલ પ્લાઝા નજીક એક લકઝરીમાં લૂંટની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. બાઈક સવાર કેટલાક શખ્સો આવીને બસ રોકે છે અને યાત્રાળુઓ સાથે પોતાનો રોફ જમાવે છે. ત્યારબાદ આ શખ્સો ઉશ્કેરાતા તમામ લૂંટારૂઓ લકઝરીમાં ચઢી જઇને બસમાં સવાર આઠ જેટલા મુસાફરોને ઇજા પહોંચાડી લૂંટ ચલાવી હતી. ઈજાગ્રસ્ત લોકોને મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે તેમાંથી ત્રણની હાલત વધુ ગંભીર જણાવતા ગાંધીનગર વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

બનાવની વિગત મળતી માહિતી મુજબ મોડી રાત્રે લકઝરી બસ વાંટડા ટોલ પલાઝ નજીક પહોંચી ત્યારે બે બાઇક સવાર લૂંટારૂઓએ બસને આંતરી અને બિભત્સ ગાળો બોલવાનું શરૂ કરી છે, બસના કાચ પર લાકડીઓ મારી હતી. ત્યારબાદ જ્યારે બસ ઊભી રાખી ત્યારે ફોન કરી બીજા 15 માણસોને બોલવી લૂંટ ચલાવી હતી

  . મુસાફરોના જણાવાયા અનુસાર તેમની પાસેથી રોકડ અને દાગીના મળી અંદાજિત બે લાખ રૂપિયાની માલમત્તા છીનવી લીધી હતી. મુસાફરોના જણાવ્યા અનુસાર જ્યારે તમેના પર હુમલા થયો કે તરત જ તેમનામાંથી કેટલાકે પોલીસને ફોન કર્યો હતો પણ પોલિસ બે કલાક બાદ પહોંચી હતી. જેના કારણે લૂંટારૂઓને મોકળુ મેદાન મળ્યું હતું.

(12:01 pm IST)