Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ગુણવત્તાયુક્ત શિક્ષણનું કાર્ય શિક્ષકોનું છે : ભૈયાજી જોશી

નવી શિક્ષણનીતિ આધારશીલા બનશે : માનવ વિકાસ સંશાધન મંત્રી રમેશ પોખરિયાલ : એબીઆરએસએમ દ્વારા કુલ ત્રણ પ્રસ્તાવોને પાસ કરાયા

અમદાવાદ,તા.૧૦ : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આયોજીત ૦૭ મું રાષ્ટ્રીય અધિવિશેન કાર્યક્રમનો સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો. સમાપન સમારોહમાં સંઘ દ્વારા વિવિધ ત્રણ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યા હતા. જેમાં શિક્ષણ અને શિક્ષકોની સમસ્યાઓનું નિરાકરણ,પર્યાવરણ-સંરક્ષણ માટે એક સાથે કામ કરવું અને શિક્ષણમાં પૂજ્ય મહાત્મા ગાંધીજીના વિચારોનો સમાવેશ કરવાનો થાય છે. ૧૯૮૮ થી પ્રગટેલી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના યજ્ઞની જ્યોતને પ્રજ્વલીત કરવા માટે દર ત્રણ વર્ષે રાષ્ટ્રીય અધિવેશન યોજવામાં આવે છે.આ વર્ષે ગણપત યુનિ ખેરવા ખાતે ૦૮ નવેમ્બરથી ૧૦ નવેમ્બર દરમિયાન આ અધિવેશન યોજાયુ હતું. આ રાષ્ટ્રીય અધિવેશનમાં સમગ્ર  રાષ્ટ્રભરના ૨૫૦૦ જેટલા શિક્ષકો ઉપસ્થિત રહી શિક્ષણ માટે ચિંતન અને મંથન કર્યું હતું જેમાં *નારી ભારતીય દષ્ટી અને ભવિષ્ય વિષય''  * ભારતીય સંગીતમાં શિક્ષા અને સ્વાસ્થય''  સહિત  પર્યાવરણ સંકટ જીવસુષ્ટી અને જનજીવન'' જેવા મહત્વના વિષયો પર ચિંતન કરવામાં આવ્યું હતું.

                   કાર્યક્રમમાં આર.એસ.એસના સર કાર્યવાહક ભૈયાજી જોષીએ જણાવ્યું હતું કે દેશમાં પરિવર્તન થઇ રહ્યું છે.શિક્ષણ અને આરોગ્યની સેવાઓ માટે લોકો દેશમાં આવી રહ્યા છે જેના થકી રાષ્ટ્ર ગૌરવાવિંત થઇ રહ્યો છે.દેશને આજે સ્પીડઅપ ઇન્ડિયાના સુત્ર સાથે આગળ વધવાનું છે. સર કાર્યવાહક ભૈયાજી જોષીએ ઉમેર્યું હતું કે આજની યુવા પેઢી દેશને પરમ વૈભવની દિશામાં આગળ લઇ જાય તે પ્રકારનું શિક્ષણ શિક્ષકો દ્વારા અપાવવું જોઇએ. શિક્ષણ માત્ર રોજગારી માટે નહિ પરંતુ ગુણવત્તા યુક્ત શિક્ષણ જરૂરી છે. શિક્ષણ જાણકારી અને જ્ઞાનનો ભંડાર બનવું જોઇ તેમ જણાવી વ્યક્તિ વિકાસ ઉપર ખાસ ભાર મૂક્યો હતો. માનવ વિકાસ સંશાધન મંત્રી રમેશ પોખરીયાલે જણાવ્યું હતું કે ભારત દેશમાં ૧૬ લાખથી વધુ શાળાઓ,૦૧ કરોડથી વધુ શિક્ષકગણ અને ૩૩ કરોડથી વધારે વિધાર્થીઓનો દેશ છે.નવા ભારતના નિર્માણ માટે સશક્ત ભારત,સ્વચ્છ ભારત,સમૃધ્ધ ભારત થકી એક ભારત-શ્રેષ્ઠ ભારતના ધ્યેય સાથે આગળ વધવા મંત્રીએ અપીલ કરી હતી. મંત્રીએ ઉમેર્યું હતું કે દેશમાં નવી શિક્ષણ નિતી આવી રહી છે.નવી શિક્ષણ નિતીમાં  જમીન ઉપર રહીને આકાશને આંબવાની શક્તિ હશે જેના થકી દેશ વિશ્વ ગુરૂ બનવા તરફ પહેલ કરશે.ભારતની આર્થિક ક્ષમતા વધારનારી નવી શિક્ષણ નિતી આગામી ૨૫ ડિેસેમ્બરે  રજુ કરવા માટે પ્રયત્નો થઇ રહ્યા છે તેમ જણાવ્યું હતું.

(9:48 pm IST)