Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

માતાજીની આરાધનામાં સુરતની ઉમરા પોલીસની દબંગાઈ : યુનિવર્સિટી કેમ્પસમાં ઘુસી વિદ્યાર્થી પરિષદના પ્રાંત મંત્રી સહિત વિદ્યાર્થીઓ સાથે દાદાગરી કરી ઢોર માર મરાયો

પોલીસ અધિકારીઓએ ગરબા વિસે ઉચ્ચાર્યા બીભત્સ શબ્દો: પી.આઈ મોદીએ વિદ્યાર્થીઓના મોબાઈલ કબ્જે લઈ પોલીસના માર મારતા વીડિયો ડીલીટ કરાવ્યા :વિધાર્થીઓને સુરત સિવિલ હોસ્પિટલમાં ખાતે સારવાર અર્થે ખસેડાયા

( ધવલસિંહ  ચૌહાણ દ્વારા ) સુરત : સુરતની ઉમરા પોલીસની દબંગાઈ થયો રોષ ફેલાયો છે, સુરત વીએનએસજીયુ માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા તેમજ ઉમરા પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ વચ્ચે ગરબા રમતી વખતે ઘર્ષણ થયુ હતું

 મળતી વિગત મુજબ યુનિવર્સિટીના કુલપતિની પરમિશન હોવા છતાં પોલીસે યુનિવર્સિટી કેમ્પસમાં ઘુસી વિદ્યાર્થી પરિષદના પ્રાંત મંત્રી સહિત વિદ્યાર્થીઓ સાથે દાદાગરી કરી ઢોર  માર મરાયો હતો
દબંગ બનેલા પોલીસ અધિકારીઓએ ગરબા વિસે બીભત્સ શબ્દો ઉચ્ચારાયા હતા અને પોલીસ સ્ટેશનમાં પીઆઇ કે.આઈ મોદીએ પોતાના જ ચેમ્બરમાં કાર્યકર્તાઓને ઢોર માર  માર્યો હોવાનું જણાવાઈ રહ્યું છે
પી.આઈ મોદીએ વિદ્યાર્થીઓના મોબાઈલ કબ્જે લઈ પોલીસના માર મારતા વીડિયો ડીલીટ કરાવ્યા હતા .ઉમરા પોલીસે વીડિયો લેનાર લોકોને પણ બિભત્સય ગાળો આપી માર માર્યો હતો તેમજ બહેન કાર્યકર્તાઓનેગાળો આપી હતી તેમ જણાવાઈ રહ્યું છે  હાલમાં વિધાર્થીઓને સુરત સિવિલ હોસ્પિટલમાં ખાતે સારવાર અર્થે ખસેડાયા છે

(1:31 am IST)