Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

સિસોદ્રા ગામમાં કોઈક કારણોસર લાકડી અને પાળિયા વડે મારી પિતા,પુત્ર ને ઇજા કરનાર શખ્સ સામે ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા સિસોદ્રા ગામમાં કોઈ કારણોસર દંપતી અને પુત્રને માર મારી પિતા પુત્રને ઇજાઓ કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે

  પ્રાપ્ત માહિતી અનુસાર ફરીયાદ આપનાર સોમાભાઇ લખીયાભાઇ વસાવા (રહે.જુનારાજુવાડીયા જુનું ફળીયુ તા.નાંદોદ ) તા.9 ઓક્ટોમ્બરે સવારે ખેતરેથી કપાસ વીણીં ઘરે પરત આવતા હતા તે સમયે મેલડી માતાના મંદીર પાસે રણજીત શનુભાઈ વસાવા( રહે.જુના રાજુવાડીયા ) રસ્તામાં ઉભો હોય તેને રસ્તા ઉપરથી જતો રહેવા જણાવતા એ ઉસ્કેરાઇ જઇ ગાળાગાળી  કરી લાકડીનો એક સપાટો મારી ઇજા કરી તથા તેના ઘરની સામેથી પસાર થતા હતા તે વખતે રણજિત ઘરમાંથી પાળીયુ લઇ આવી સોમાભાઈ સાથે ઝપાઝપી કરી પાળીયુ મારવા જતા ફરી.એ ડાબા હાથે પાળીયુ પકડવા જતા આંગળીના વચ્ચેના ભાગે વાગી જતા ઇજા પહોંચાડી તથા સોમભાઈના પત્ની મંજુલાબેન તેમને બચાવવા વચ્ચે પડતા તેને લાત મારી જમીન ઉપર નીચે પાડી દઇ તથા દિકરો દિપકભાઇ બચાવવા વચ્ચે પડતા તેને પણ પાળીયા વડે અંગુઠાના ભાગે તથા જમણા હાથમાં કોણીના ભાગે મારી ઇજા પહોંચાડતા આમલેથા પોલીસે રણજિત વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:04 pm IST)