Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

સિસોદ્રા ગામની રેતીની લિઝ પાસે હાઇવા ટ્રકના ચાલકે તેના જ કંડકટરને ટક્કર મારી ઇજા કરતા ફરીયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના સિસોદ્રા ગામની રેતીની લિઝ પાસે હાઇવા ટ્રકના ચાલકે તેની ટ્રકના ચાલકને ટક્કર મારતા ઇજાઓ થતા ગુનો દાખલ થયો છે

મળતી માહિતી મુજબ તા.9. ઓક્ટોમ્બરે હાઇવા ટ્રક નં-GJ-21- W-5006 ના ચાલક મેહુલભાઇ કરમસીંગભાઇ ગામીત (રહે ઇસનપુર, તા-માંગરોલ જી- સુરત )નાઓએ ટ્રક બેદરકારી થી હંકારી તેના કંડકટર આકાશભાઇ પ્રકાશભાઇ વસાવા, પાતલ દેવી,તા. માંગરોલ જી-સુરત ને પાછળથી ટક્કર મારી એક્સિડન્ટ કરી ડાબા પગના ભાગે ફેક્ચર તથા છાતીના ભાગે ગંભીર ઇજાઓ અને શરીરે નાની મોટી ઇજાઓ કરતા આમલેથા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(11:03 pm IST)