Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

હિના હત્યા કેસ : પોલીસની પૂછપરછમાં સચિનના ગોળ ગોળ જવાબ : કોઈ જ સ્પષ્ટતા કરતો નથી

હવે આરોપી સચિન સામે મજબૂત પુરાવા તૈયાર કરવા રાજસ્થાન લઈ જવાશે અને જરુર જણાશે તો પોલીસ ઉત્તરપ્રદેશ પણ જશે

ગાંધીનગરમાં બાળકને મુકી ફરાર થનાર આરોપી સચિનના 4 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. પોલીસ દ્વારા સચિનની પુછપરછ કરવામાં આવી ત્યારે તે ગોળગોળ જવાબ આપતો હતો. તેની પત્નીની હત્યા બાદ તે માસૂમ બાળકને ક્યા લઈ ગયો અને વડોદરાથી કઈ રીતે ગાંધીનગર આવ્યો તે મુદ્દાઓ પર તેની પુછપરછ કરવામાં આવશે. વડોદરામાં શું થયું હતું એ દિવસનો ઘટનાક્રમ શું રહ્યો હતો તે તમામ વિગતો તેના રિમાન્ડ દરમિયાન પોલીસ બહાર લાવવાની કોશિશ કરશે.

ગુજરાતમાં ચકચારી હીના મર્ડર કેસમાં નવા નાવ ખુલાસાઓ સામે આવતા જોવા મળી રહ્યા છે. પોલીસ દ્વારા આરોપી સચિનની સઘન પુછપરછ પણ કરવામાં આવી રહી છે. તેણે તેની પત્નીને કેમ મોતને ઘાટ ઉતારી અને કેવી રીતે તે પોતાના બાળકને ગાંધીનગર લઈને આવ્યો અને રાજસ્થાન કઈ રીતે ગયો તે તમામ બાબતો પર પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવી રહી છે. આરોપી સચિન વડોદરામાં ગુનો કર્યા બાદ કોને-કોને મળ્યો હતો અને તેની મદદ કોણે કરી હતી તે તમામ મુદ્દે પણ રિમાન્ડ દરમિયાન તપાસ કરાશે. સચિન તરફથી કોઈ વકીલ હાજર રહ્યા નહોતા જે બાદ કોર્ટે તેને સરકારી વકીલ આપ્યા હતા.

રિમાન્ડ મંજૂરી થયા બાદ પોલીસે આ કેસ અંગે વાત કરીને જણાવ્યું કે, હવે આરોપી સચિન સામે મજબૂત પુરાવા તૈયાર કરવા રાજસ્થાન લઈ જવાશે અને જરુર જણાશે તો પોલીસ ઉત્તરપ્રદેશ પણ જશે. પોલીસે રિમાન્ડ મળ્યા બાદ જણાવ્યું છે કે આરોપી સચિનના મોબાઈલ ફોન, તે કયા રુટ પરથી હિનાના બાળકને લઈને આવ્યો તેના સીસીટીવી ફુટેજ પણ ચકાસવાના છે. આ સિવાય બોપલમાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.

સચિન તરફથી કોઈ વકીલ હાજર રહ્યા નહોતા માટે તેને સરકારી વકીલ મળ્યા હતા અને જેથી સચિનને કોર્ટમાં મફત કાનુની સહાય મળશે. પોલીસે જણાવ્યું કે આરોપી સચિન ગોળગોળ વાતો કરે છે કેસ અંગે સ્પષ્ટતા નથી કરતો તેના માટે જ તેના વધારે રિમાન્ડ માગવામાં આવ્યા છે.

(7:14 pm IST)