Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

વડોદરાના ન્યુ સમા રોડ નજીક ગરબા રમીને આવ્યા બાદ માતા-પુત્રીના ભેદી સંજોગોમાં મોત નિપજતા અરેરાટી

વડોદરા: શહેરના  ન્યૂ સમા રોડ વિસ્તારમાં ગઈ મધરાતે 6 વર્ષીય દીકરી અને માતાના નીપજેલા ભેદી મોટા બનાવે ભારે ચકચાર જગાવી છે. સમગ્ર બનાવ ની તપાસ માટે પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. ન્યુ સમાની ચંદન પાર્ક સોસાયટીમાં તેજસ પટેલ તેના પત્ની શોભનાબેન અને 6 વર્ષીય પુત્રી કાવ્યા મકાનના ચોથા માળે રહેતા હતા. જ્યારે નીચેના ભાગે તેજસભાઈ ના સસરા અને સાળા રહેતા હતા. તેજસભાઈ મોલમાં નોકરી કરતા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. ગઈકાલે રાત્રે તેજસભાઈ સુતા હતા ત્યારે તેમના પત્ની અને પુત્રી ગરબા રમી પરત આવ્યા હતા. મધરાત બાદ તેજસભાઈ એ જોયું તો માતા-પુત્રી જાગી શક્યા ન હતા. જેથી તેઓને શંકા પડતા સાળાને જાણ કરી હતી. માતા પુત્રીને તાત્કાલીક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જેથી બનાવની જાણ સમા પોલીસને કરવામાં આવી હતી. પીઆઇ નિલેશ બ્રહ્મભટ્ટે બંને માતા-પુત્રીના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલવાની તજવીજ કરી હતી. પ્રાથમિક તબક્કે મૃતક મહિલાના ગળાના ભાગે ઇજાના નિશાન મળી આવતા શંકા વમળો સર્જાય છે. સમા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી પતિ તેજસની પૂછપરછ હાથ ધરી છે.પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે.

(5:37 pm IST)