Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ડેન્માર્કના વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરીકસ ભવ્ય ગરબી ગુજરાત ભવનની મુલાકાતેઃ કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયાએ પ્રાચીન સંસ્કૃતિ અંગે માહિતગાર કર્યા

ડેન્માર્કના વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરીકસને ભવ્ય ગરવી ગુજરાત ભવનની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયાએ તેમને ગુજરાતની પ્રાચીન સંસ્કૃતિ અંગે માહિતીગાર કર્યા હતા. પોતાની મુલાકાત દરમિયાન તેમણે ગુજરાતની ભવ્ય સંસ્કૃતિની ઝાંખી કરી હતી. તેમણે રીન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં ગુજરાતના ઝડપી વિકાસની સરાહના કરી હતી અને ગુજરાત સાથેના ડેન્માર્કના જૂના સંબંધોને યાદ કર્યા હતા.

(3:14 pm IST)