Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

અમદાવાદમાં 'વેક્સીન લો અને મોબાઇલ લો'ની ભેટ મેળવો: રસીકરણ વધારવા મનપાની અનોખી પહેલ

વેક્સીન લેનારને 10,000 રૂપિયા સુધીનો મોબાઇલ ભેટ આપશે :વેક્સીન લેનાર લોકોમાંથી 25 લોકોને સ્માર્ટ ફોન અપાશે :લકી ડ્રો દ્વારા AMC લાભાર્થી નક્કી થશે

અમદાવાદમાં કોરોનાના કેસ ઓછા થતા હવે વધુમાં વધુ લોકો વેક્સીનેશન લે તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. અમદાવાદમાં વેક્સીન લો અને મોબાઇલ લોની ભેટે મેળવોની જાહેરાત કરવામાં આવી છે.

 

અમદાવાદમાં વેક્સીન લેનારને 10,000 રૂપિયા સુધીનો મોબાઇલ ભેટમાં આપવામાં આવશે. વેક્સીન લેનાર લોકોમાંથી 25 લોકોને સ્માર્ટ ફોન આપવામાં આવશે. લકી ડ્રો દ્વારા AMC લાભાર્થી નક્કી થશે. ઝુંપડપટ્ટી વિસ્તારમાં વેક્સીનેશન વધારવા માટે એક એનજીઓ સાથે મળીને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ કામ કરવામાં આવ્યુ છે.

ગરીબ અને ઝુંપડપટ્ટી વિસ્તારમાં વધુ વેક્સીનેશન થાય તે માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. બીજી તરફ રસી લેનારને એક લિટર ઓઇલનું પેકેટ પણ આપવામાં આવ્યુ છે. વેક્સીનને વેગ આપવા માટે અમદાવાદ મહાનગરપાલિકાના હેલ્થ વિભાગ માટે આ અનોખુ આયોજન કરવામાં આવ્યુ છે.

(1:38 pm IST)