Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

મહારાષ્ટ્રથી ગાંજો ઘુસાડનાર સાહિલ અને એક ડઝન અપરાધો જેના શિરે છે તેવો યુપીનો કુવિખ્યાત બાબા પાંડે હથિયાર સાથે આબાદ ઝડપાયા

ફકત સુરતને ડ્રગ્સ મુકત જ નહિ,ગેરકાયદે હથિયારો અને મધ્યમવર્ગ દ્વારા લોન પર લેવાયેલ બાઈક ચોરોની ગેંગથી પણ મુકત કરવાનું પોલીસ કમિશનર અજયકુમાર તોમરનું અભિયાન આગળ વધી રહ્યુ છે : પીઆઇ વિજયસિંહ ગડેરિયા ટીમને વધુ એક સફળતાઃ ગેર કાયદે હથિયાર અને વાહન ચોર ગેંગ પર પીઆઇ આર.પી.સોલંકી અને સ્ટાફના કિરીટભાઇ ઠક્કર સહિતની ટીમની જહેમત ફળી

રાજકોટ તા.૧૧: સુરતને ડ્રગ્સ મુકત બનાવવા સાથે ગેરકાયદે હથિયાર મુકત અને મધ્યમ વર્ગના લોકોની પરસેવાની કમાણી અર્થાત લોન લઈને લીધેલા બાઈક તસ્કરો ઉપાડી જતાં હોવાની ફરિયાદો પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર પાસે થતાં સામાન્ય માનવીની પીડા સામાન્ય માનવીની આંખોમાંથી વાચવાની જિલ્લા પોલીસ વડા હતા. તે સમયથી જ વાંચી શકવાની સિદ્ધિ ધરાવતા આ સિનિયર આઈપીએસ અધિકારી દ્વારા સમગ્ર સુરતના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી તાબાના સ્ટાફને પણ વિશ્વાસના લીધા બાદ શરૂ કરેલ ઝુંબેશ દિવસને દિવસે અવિરત આગળ વધી રહી છે અને તેમાં ફરી એકવખત મોટી સફળતા સાંપડી હોવાનું પોલીસ સૂત્રો જણાવે છે.

પુણા પો.સ્ટે.ના પોલીસ ઈન્સપેકટરશ્રી વી.યુ.ગડરીયા ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત હતા તે દરમ્યાન એલ.આર.પો.કો. આનંદ રાજેન્દ્રભાઈ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકિકત મળેલ કે ''આજરોજ બપોરના ૧૪/૩૦થી ૧૫/૦૦ વાગ્યાના કોઈપણ સમયગાળા દરમ્યાન એક ઈસમ શરીરે કાળા કલરની ફુલબાઈની ટોપીવાળુ ટી શર્ટ તથા કાળા કલરનું ટ્રેકપેન્ટ પહેરી યામાહા કંપનીની મોપેડ  પર  થેલાઓમાં ગાંજો ભરીને કુમ્ભારીયા ગામથી દેવધ ચેક પોસ્ટ બાજુ થઈ લીમ્બાયત તરફ જવાનો છે.'' ઉકત બાતમી હકિકત આધારે પોલીસ ઈન્સપેકટશ્રી વિજયસિંહ ગડેરીયાએ સદર જગ્યો જરૂરી પોલીસ સ્ટાફના માણસોની રેડીંગપાર્ટી સાથે વોચ તપાસમા રહી ગાંજાની હેરાફેરી કરતા ઈસમ નામે- શાહીલ ઉર્ફે/ શાહીદ s/o યુસુફ મહેતાબ શેખ ઉ.વ.૨૪, ધંધો- વેઈટર રહેવાસી- ચોક બજાર ચાર રસ્તા ફુટપાથ ઉપર સુરત શહેર મુળ વતન- ઘર નંબર-૭૬ નાંદેરી સ્કુલની પાસે નાંદેરી માલેગાંવ જીલ્લો- નાશિક (મહારાષ્ટ્ર)નાને પકડી પાડી તેની પાસેથી માદક પદાર્થ ગાંજો-૩૪.૩૯૦ કિ.ગ્રા.જેની કિ.રૂ.૩,૪૩,૯૦૦/- તથા યામાહા કંપનીની મોપેડ રજી.નંબર- રજી. નંબર જીજે-૦૫-એનએસ-૩૧૫૩ કિ.રૂ.૧૫૦૦૦/- મળી કુલ રૂપિયા૩,૫૮,૯૦૦/  નો મુદ્દામાલ કબ્જે કરેલ.

દરમિયાન હાલમાં નવરાત્રી તહેવાર અનુસંધાને  કોઇ ભાંગફોડીયા તત્વો દ્વારા શહેરની આંતરીક સુરક્ષા અને શાંતિને ડહોળી ન નાંખે તે માટે શહેર ભરમાં ચાલતી ઝુંબેશ અંતર્ગત અમરોલી આર.પી. સોલંકી, સર્વેલન્સ સ્ટાફના એમ.જી. રાઠોડ તથા પોલીસમેન કિરીટભાઇ રસીકભાઇ ઠકકર દ્વારા તેમના વિશ્વાસુ બાતમી દારો  દ્વારા મળેલી ચોકકસ હકીકત અનુસાર મુળ ઉત્તરપ્રદેશના શિવમ ઉર્ફે બાબા પાંડેને દેશી બનાવટના તમંચા સાથે પકડી પાડેલ છે. બાબા પર એક ડઝનથી વધુ  અપરાધમાં સંડોવાયાનું પોલીસ રેકોર્ડ બોલે છે.

ઉપરોકત ટીમ દ્વારા મધ્યમ વર્ગના લોનથી લીધેલા પરસેવાની કમાણીના બાઇકની ઉઠાતંરી કરતા ગેંગસ્ટરોને પકડવા પોલીસ કમિ. અજય કુમાર તોમરની સુચના મુજબ હાથ ધરેલ કામગીરી સંદર્ભે  મહેશ સોલંકી અને ભરત ખેતરીયા નામના યુવાનોને ૩ બાઇકો સાથે ઝડપી લીધા હતા. ઉકત કાર્યવાહીમાં અમરોલી પીઆઇ આર.પી.  સોલંકી, પીએસઆઇ એમ.જી.રાઠોડ માર્ગદર્શન હેઠળ એએસઆઇ દિપકભાઇ તથા પોલીસને કિરીટભાઇ ઠકકર ટીમ સક્રિય રહી હતી.

(1:00 pm IST)