Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

રાજ્યમાં હજુ ત્રણ દિવસ સુધી વરસાદની હવામાન વિભાગની આગાહી

ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં, દીવમાં હળવો વરસાદ વરસશે.

અમદાવાદ :  હવામાન ખાતાએ જો કે હજુ પણ વરસાદની આગાહી જારી કરી છે. હવામાન ખાતાના બુલેટિન પ્રમાણે તા.11ના રોજ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં, દીવમાં વરસશે.

તા.12ના રોજ હળવાથી મધ્યમ વરસાદ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છમાં વરસશે.

તા.13ના રોજ હળવાથી મધ્યમ વરસાદ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં વરસશે.તા.14 અને 15ના રોજ વાતાવરણ સુક્કું રહેશે.

(11:56 am IST)