Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ટેકાના ભાવે મગફળી માટે ૧.૮૧ લાખ ખેડૂતો નોંધાયાઃ આજથી મગ, અડદ, સોયાબીન માટે નોંધણી પ્રારંભ

રાજકોટ,તા. ૧૧: રાજ્ય સરકારના નાગરિક પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવા તા. ૧ થી ૩૧ ઓકટોબર સુધી ખેડૂતોની ઓનલાઇન નોંધણી ચાલુ છે. આજથી તા. ૩૧ સુધી મગ, અડદ અને સોયાબીનની નોંધણી શરૂ થઇ છે. ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ વી.સી. છે. મારફત અથવા તાલેકા કક્ષાએ માર્કેટયાર્ડ ખાતે ઓનલાઇન નોંધણી કરાવી શકશે. પુરવઠા નિગમના એકઝીકયુટીવ ડીરેકટર શ્રી એસ.કે. મોદી (આઇ.એ.એસ.)એ નોંધણી કાર્યક્રમ વિગતવાર જાહેર કર્યા છે.

મગફળીનો ટેકાનો ભાવ મણના રૂ. ૧૧૧૦ નકકી થયો છે. મગ માટે રૂ. ૧૪૫૫, અડદ માટે રૂ. ૧૨૬૦ અને સોયાબીન માટે રૂ.૭૯૦ મણનો ટેકાનો ભાવ સરકારે નિયત કર્યો છે. ખેડૂતો આધારકાર્ડ ગામ નમૂનો, વાવણીની નોંધ વગેરે સાગે રાખી નોંધણી કરાવી શકે છે.

મગફળી ટેકાના ભાવે વેચવા માટે ગઇ કાલ સુધીમાં ૧,૮૧,૯૭૯ ખેડૂતોની નોંધણી થઇ છે. જેમાં સૌથી વધુ ૪૪,૩૩૪ ખેડૂતો રાજકોટ જિલ્લાના છે. બીજા ક્રમે ૨૪,૬૭૬ ખેડૂતો સાથે સોમનાથ જિલ્લો છે.

ખેતી ઉપજ      ટેકાનો ભાવ

મગફળી     ૧૧૧૦

મગ         ૧૪૫૫

અડદ        ૧૨૬૦

સોયાબીન   ૦૭૯૦

(10:06 am IST)