Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

અગર ગામમાં ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાસી ગયેલ આરોપીને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી તિલકવાડા પોલીસ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા પોલીસ અધિક્ષક હિમકરસિંહ તથા નાયબ પોલીસ અધિક્ષક કેવડીયા વિભાગ વાણી દૂધાત તથા સર્કલ પોલીસ ઈન્સપેક્ટર કેવડીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મનુષ્યવધના ગુનાઓ અટકાવવા માટે કામગીરી કરવા સુચના કરતા તિલકવાડા પો.સ્ટે.માં ૩૦૨ મુજબનો ગુનો તા .૧૦ / ૧૦ / ૨૦૨૧ ના દાખલ થયો હતો જે ગુનાની હકીકતમાં અગર નવીવસાહત ગામે રહેતા મરનાર પંકજભાઈ પ્રભુભાઈ તડવી, પ્રવિણભાઈ બીજલભાઈ તડવીની પત્ની સાથે આડા સબંધ રાખતો હોય જેની અદાવત રાખી આરોપીએ પંકજભાઈ પ્રભુભાઈ તડવીને ચપ્પા વડે છાતીના ભાગે તથા ગળાના ભાગે ઘા મારી ખુન કરી ભાગી જતા આ ગુનાની તપાસ પોલીસ સબ ઈન્સપેક્ટર તિલકવાડા પોલીસ સ્ટેશન નાઓ કરતા હોય જે ગુનાની તપાસ દરમ્યાન ખુનનો ગુનો કરી આરોપી નાસી ગયેલ હોય જેને ચોક્કસ બાતમીના આધારે પકડી પાડી પૂછપરછ કરતાં પોતાની પત્ની સાથે મરનાર આડા સબંધ રાખતો હતો અને વારંવાર પોતાની પત્નીને ચોરી છુપીથી મળતો હોવાની હકીકત જાણતા પંકજભાઈ પ્રભુભાઈ તડવીને ચપ્પાથી ગળાના તથા છાતીના ભાગે મારી મોત નીપજાવેલ હોવાની હકીકત જણાવતા તારીખ ૧૦/૧૦/૨૦૨૧ ના બપોરે 3.30 વાગે અટક કરી છે.

આ કેસ ઉકેલવામાં કામગીરી કરનાર પોલીસ ટીમમાં એમ.બી.વસાવા પો.સ.ઈ.તિલકવાડા પોલીસ સ્ટેશન,HC શૈલેષકુમાર મનસુખભાઈ બ.નં .૭૦૫ HC અરવિંદભાઈ માનસિંહ બ.નં .૬૮, HC જીતેન્દ્રભાઈ જવાહરભાઈ બ.નં .૭૧૯, PC મનોજભાઇ ધનજીભાઇ બ.નં .૫૭૦ અને PC રાજેશભાઈ જ્યંતીભાઈ બ.નં .૨૦૬ નાઓનો સમેવેશ થાય છે.

(10:53 pm IST)