Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

લાંચના છટકા ગોઠવવામાં સુરત એકમે રેકોર્ડ સર્જ્યો : રાજ્યમાં પ્રથમક્રમે

રાજ્યમાં એસીબીએ 202 કેસ કાર્ય અને 341 આરોપીની ધરપકડ કરી : સુરત એકમ 51 કેસ સાથે ટોચે

 

અમદાવાદ રાજ્યની એન્ટી કરપ્શન બ્યૂરોએ લાંચિયા લોકોને પકડીને જેલ ભેગા કર્યા છે ત્યારે વર્ષે લાંચના છટકા ગોઠવવામાં સુરત એકમે રેકોર્ડ સર્જ્યો છે. આધારભૂત સુત્રોનાં જણાવ્યા મુજબ  ચાલુ વર્ષમાં અત્યાર સુધી એસીબીએ કુલ 202 કેસો દાખલ કર્યા છે અને 341 આરોપીઓની ધરપકડ કરી છે.

 

  વખતે સુરત એકમે તમામ રેકોર્ડ તોડી નાખ્યો છે. વર્ષ 2019માં સુરત એકમમાં કુલ 51 કેસો થયા છે. જે રાજ્યમાં પ્રથમક્રમે  છે અમદાવાદ એસીબી એકમ 36 કેસ સાથે બીજા ક્રમાંકે છે જયારે ગાંધીનગર એકમ દ્વારા 18, વડોદરા એકમ દ્વારા 35, રાજકોટ એકમ દ્વારા 31, જૂનાગઢ એકમ દ્વારા 13 અને બોર્ડર એકમ દ્વારા 18 કેસો નોંધાયા છે.

  વર્ષે વર્ગ-1ના 12 અધિકારી, વર્ગ-2ના 53,વર્ગ-3ના 153 તથા વર્ગ 4 અને અન્ય 118 લોકોની એસીબીએ ધરપકડ કરી છે.. હાલ આંકડો 11 ઑકટોબર સુધીનો છે. આવનારા દિવસોમાં આંકડો વધી શકે તેમ છે. દિવાળીમાં .સી.બી ખાસ નજર રાખી રહી છે.

   એસીબીના આંકડાઓ પ્રમાણે હાલ 36 જેટલા સરકારી બાબુઓ પોલીસ ચોપડે વોન્ટેડ છે. અધિકારીઓમાં નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.ભરવાડ,પોલીસ કર્મચારી ઘનશ્યામસિંહ ગોહિલ, રેલવેના અધિકારી સોનુ મોર્યનો સમાવેશ થાય છે

એસીબીના નાયબ પોલીસ અધિક્ષક ડી.પી.ચુડાસમાએ જણાવ્યું કે, 36માંથી 10 લોકો સામે 70 મુજબનુ વોરેન્ટ કાઢવામાં આવ્યુ છે. જ્યારે 26 લોકો સામે 70 મુજબનુ વોરેન્ટ કાઢવા કાર્યવાહી કરવામાં આવી છે

(11:24 pm IST)