Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

અબરડોલીમાં ચૂંટણી જીત્યાના ઉન્માદમાં એબીવીપીના કાર્યકરે જાહેરમાં ફાયરિંગ કરતા અફરાતફરીનો માહોલ

વિજેતા ઉમેદવાર અંકિત ચૌધરીના સમર્થક કૌશિક રબારીએ જાહેરમાં કર્યું ફાયરિંગ કર્યું

સુરત જિલ્લાના બારડોલી પીઆરબી આર્ટ્સ કોમર્સ કોલેજમાં જીએસ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં વિજેતા ઉમેદવાર અંકિત ચૌધરીના સમર્થક કૌશિક રબારીએ જાહેરમાં કર્યું ફાયરિંગ કર્યું હતું. જેના લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

  આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી. અને આ યુવાનોને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતાં. ફાયરિંગ કરનાર કૌશિક રબારી એબીવીપીનો કાર્યકર હોવાનું સામે આવ્યું છે. તેથી ભાજપના સ્થાનિક આગેવાનો પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જોકે તપાસ દરમિયાન કૌશિકે પ્લાસ્ટિકની ચાઇના બનાવટ બંદૂક હોવાની કબૂલાત કરી હતી. જોકે પોલીસે પણ એફએસએલની મદદ લઈ કાર્યવાહી હાથ ધરી છે.

(10:17 pm IST)